તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • Una મધ્યપ્રદેશમાં ચૂંટણી જીતવા માટે 23 સાવજોની બલી ચઢાવી દેવાઈ

મધ્યપ્રદેશમાં ચૂંટણી જીતવા માટે 23 સાવજોની બલી ચઢાવી દેવાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરનાં પાટનગર તાલાલામાં શુક્રવારે રાષ્ટ્રીય લોક સંપર્ક કાર્યક્રમની શરૂઆત કરતા પ્રદેશ કોંગ્રેસનાં અગ્રણીઓ અને જૂનાગઢ, ગીર-સોમનાથ જિલ્લાનાં કોંગી ધારાસભ્યોનો મેળાવડો જામ્યો હતો. રાજયમાં મોંઘવારી ખેડુતોનાં મુદાનું નિરાકરણ લાવવા તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડે મામલતદાર મારફત રાજય સરકારને આવેદનપત્ર આપેલ જેમાં બે કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતાં. તો સંમેલનમાં બોલતા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ગુજરાતમાં થઇ રહેલા સિંહોના મોતથી મધ્યપ્રદેશની ચૂંટણીમાં ફાયદો મેળવવાનો તર્ક વગરનો આક્ષેપ કરતા ઉપસ્થિત લોકોમાં અચરજ ફેલાયું હતું.

તાલાલા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય લોકસંપર્ક કાર્યક્રમનાં સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, અગ્રણી અર્જુનભાઇ મોઢવાડીયા, તાલાલા, ઊના, વેરાવળ, કોડીનાર, માંગરોળ, જૂનાગઢ, વિસાવદરનાં ધારાસભ્યો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતનાં હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહયાં હતાં. તાલાલાનાં ધારાસભ્ય ભગાભાઇ બારડે રાજય સરકારને અઢાર મુદ્દાનું આવેદનપત્ર મામલતદાર મારફત મોકલી રાજયમાં ખેડુતો, બેરોજગારી, મોંઘવારી સહિતનાં મુદાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. સંમેલનમાં વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી તાજેતરમાં યોજાનાર હોય ગુજરાતમાં સિંહોનાં થઇ રહેલા સામુહિક મૃત્યુ અંગે શોક વ્યકત કરવાનાં બદલે સિંહોનાં મૃત્યુથી મધ્યપ્રદેશ ચૂંટણીમાં ફાયદો લેવાનો ભાજપ પર આડકતરો આક્ષેપ કરતા ઉપસ્થિત લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

અન્ય સમાચારો પણ છે...