તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુપીના CM માટે મનોજ સિન્હાના નામ પર સહમતી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુપીના ચૂંટાયેલા વિધાનસભ્યો શનિવારે ધારાસભ્ય દળના નેતાની ઔપચારિક પસંદગી કરશે. નવા નેતા રવિવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. મોડી રાત્રે મીડિયા અહેવાલ પ્રમાણે માટે મનોજ સિન્હાના નામ પર પ્રધાનમંત્રી કાર્યાલયમાં સહમતિ સધાઈ છે. ઉત્તરાખંડમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર તોમરે જણાવ્યું હતું કે ઉત્તરાખંડના ધારાસભ્ય પ્રકાશ પંત અને સતપાલ મહારાજે મુખ્યમંત્રી તરીકે ત્રિવેન્દ્ર સિંહ રાવતના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. પહેલા મુખ્યમંત્રીની રેસમાં સતપાલ મહારાજનું નામ પણ સામેલ હતું. ઉત્તરાખંડના આઠમા મુખ્યમંત્રી તરીકે રાવત આજે શપથ ગ્રહણ કરશે. સમારોહમાં મોદી અને અમિત શાહ ઉપસ્થિત રહેશે. ...અનુસંધાન પાનાં નં.13

દરમ્યાન ઉત્તર પ્રદેશમાં ભાજપના નવા ચૂંટાયેલા 312 ધારાસભ્યો આવતીકાલે યોજાનાર બેઠકમાં વિધિવત રીતે તેમના નેતાની પસંદગી કરશે. રવિવારે વડાપ્રધાન મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશની નવી સરકારની શપથવિધિ યોજાશે. લખનઉના આંબેડકર સ્મારક નજીક સ્મૃતિ ઉપવન ખાતે શપથવિધિ સમારોહ યોજાશે. શુક્રવારે ઉત્તર પ્રદેશના ભાજપના પ્રદેશ પ્રમુખ કેશવપ્રસાદ મૌર્યે જણાવ્યું હતું કે આવતીકાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં મુખ્યમંત્રીના નામની જાણ કરી દેવામાં આવશે. યુપીના મુખ્યમંત્રીની રેસમાં ખુદ મૌર્ય પણ સામેલ છે.

વડાપ્રધાન મોદી 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની પસંદગી કરશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મોદી અને શાહ યુપીના તમામ વર્ગોને સ્વીકાર્ય હોય એવી વ્યક્તિને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવા માગે છે. તેઓ યુપીમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી હાલતને સુધારી શકે એવા અનુભવી વહીવટકર્તાની મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે.

ઉત્તરાખંડના સીએમ માટે ત્રિવેન્દ્રસિંહ રાવતની વરણી, આજે શપથવિધિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો