તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડીદરમાં ડેંગ્યુનો અજગરી ભરડો, 5 પોઝીટીવ કેસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડા તાલુકાના ફુલકા આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા બોડીદરમાં છેલ્લા 15 દિસમાં ડેગ્યુના કેસ પોઝીટીવ દેખાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામેલ હતી. અને હાલ ફુલકા મેડીકલ ઓફીસર રણજીતભાઇ ગોહીલ સહીત પેરામેડીકલ સ્ટાફ, આશાવર્કર દ્વારા ગામના તમામ ધરોમાં તબીબી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. ગામમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત 6 જેટલા મેડીકલ કેમ્પ પણ કરાયા છે. હાલ ડેગ્યુના 5 પોઝીટીવ કેસ બહાર આવતા આ તમામ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ 10 થી વધુના લોહીના નમુના પરિક્ષણ માટે મોકલવામાં આવ્યાં છે. 3200ની વસ્તી ધરાવતા આ ગામમાં ડેગ્યુના તાવની ગંભીરતા સમજી ગીર-સોમનાથ જિલ્લા મેલેરીયા અધિકારી સહીતની ટીમ પણ તપાસ અર્થે પહોચી જઇ તબીબી પરિક્ષણ હાથ ધરેલ હતુ. અને ઘરે ઘરે તબીબી પરિક્ષણ વખતે સામાન્ય તાવ ઉધરસ જોવા મળેલ તેવા તમામ લોકો દવા આપવામાં આવેલ છે. હાલ ડેગ્યુને કાબુમાં લેવા અને આગળ ડેગ્યુનો તાવ વધુ ન વકરે તેથી એમપીડબલ્યુ, એફએચડબલ્યુ સહીતનો સ્ટાફ ખડે પગે ગામમાં તબીબી સેવા નિભાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...