તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

98 લાખની નોટ પ્રકરણમાં નેપાળની લીંક હોવાની આશંકા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર પાસેથી ગઇકાલે કેરીનાં બોક્સમાંથી પકડાયેલી 98 લાખની જૂની નોટોમાં પોલીસે એક શખ્સને ઝડપી લીધા બાદ બીજા એક શખ્સને પણ પકડ્યો છે. જ્યારે એક શખ્સ હજુ હોસ્પિટલનાં બિછાને હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસનાં કહેવા મુજબ, ભારતમાં હવે જૂની નોટો વટાવી નથી શકાતી. એ રીતે પાડોશી દેશ નેપાળ-ભૂતાનમાં પણ હવે એ નોટ ચાલતી નથી. પરંતુ નેપાળ સરકાર પાસે રહેલી જૂની ભારતીય નોટો ભારત સાથે બદલાવવાનાં મામલે પણ ભારતે એ કોની પાસેથી આવી એની માહિતી માંગતાં મામલો ગૂંચવાયો છે. આ વાતનો લાભ ઉઠાવીને નેપાળનાં ઉચ્ચ વગદારો સાથેની કોઇ લીંક સાધીને ભારતનાં લોકો જૂની નોટો ધાબડવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા હોય એવી આશંકા પોલીસ સેવી રહી છે.

દરમ્યાન આજે પોલીસે જાદવને કોર્ટમાં રજૂ કરી નોટો કોની હતી એની તપાસ પણ હાથ ધરી છે. અને વધુ એક શખ્સને ઉપાડ્યાનું પણ બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. 98 લાખની નોટો ઉનાનાંજ કોઇ આબરુદાર મોટામાથાંની નિકળે તો નવાઇ નહીં એમ પણ સુત્રોનું માનવું છે. આ બનાવમાં પોલીસે ગાઇડલાઇન મુજબ એનસી કેસ નોંધ્યો છે.

50 હજારથી લઇ 5 કરોડ સુધીનો દંડ થઇ
ભારત સરકારે જૂની નોટો અંગેનો જે કાયદો ઘડ્યો છે તેમાં 50 હજારથી લઇને પકડાયેલી રકમની પાંચ ગણી રકમ વસુલ કરવા સુધીની જોગવાઇ છે. આથી આ કિસ્સામાં આરોપીઓને રૂ. 4.90 કરોડ સુધીનો દંડ થઇ શકે એવી જોગવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...