તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • સ્યુગર ફેક્ટરી શાળાનાં છાત્રો ગેસ્ટ હાઉસમાં અભ્યાસ કરવા મજબૂર

સ્યુગર ફેક્ટરી શાળાનાં છાત્રો ગેસ્ટ- હાઉસમાં અભ્યાસ કરવા મજબૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના સ્યુગર ફેક્ટરી પ્રા.શાળામાં છાત્રોને પાયાની સુવિધા મળતી ન હોય અને શાળાનાં જર્જરીત રૂમોમાં પોપડા પડવાથી છાત્રો ઓરડામાં અભ્યાસ કરવા બેસી શક્તા ન હોય નાછુટકે ખુલ્લામાં વરસતા વરસાદમાં અભ્યાસ કરવા બેસવું પડતું હોય છે. અને મધ્યાહન ભોજન માટે પણ બેસવાની વ્યવસ્થા ન હોવાથી છાત્રો કાદવ કિચડમાં બેસી ભોજન લેતા હોય છે. અને વર્ષો વર્ષ આ શાળામાં છાત્રોની સંખ્યા ઘટતી જતી હોય છે. તેમજ વિદ્યાર્થીનીઓ માટે શૌચાલયની સુવિધા ન હોવાનાં દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તંત્ર પણ આ પ્રા.શાળામાં સુવિધાનો અભાવ હોવાની ગંભીરતા સમજી તાત્કાલીક ઊનાનાં પ્રાંત અધિકારી એમ.કે.પ્રજાપતિએ બેઠક બોલાવી હતી. પરંતુ સ્યુગર ફેક્ટરી પ્રા.શાળાના વિદ્યાર્થીઓ જર્જરીત રૂમમાં અભ્યાસ કરતા હોય ત્યારે પોપડા અને વરસાદનું પાણી પડતું હોવાથી વિદ્યાર્થીઓને સ્યુગર ફેક્ટરીના ગેસ્ટહાઉસમાં વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં છે. તેમાં પણ લાઇટ કે પંખાની સુવિધા ન હોય અને બે વર્ગના એક સાથે રૂમમાં બેસાડવામાં આવેલ છે. અને અન્ય ધોરણના વિદ્યાર્થીઓ જે સ્યુગરફેક્ટરીના ક્વાર્ટરમાં અભ્યાસ કરે છે. હાલ અધિકારીઓ દ્વારા બીજી કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે હજુ ચોમાસાની શરૂઆત થઇ છે બાદમાં વધુ વરસાદના કારણે તમામ બાળકોને ક્યા અને કેવી રીતે અભ્યાસ કરાવશે તેવો પણ એક સવાલ ઉઠવા પામેલ છે.

ભાસ્કર ફોલોઅપ
પ્રાંત અધિકારીની બેઠક બાદ બાળકો માટે ગેસ્ટહાઉસમાં વૈકલ્પીક વ્યવસ્થા કરાઈ.તસવીર-જયેશ ગોંધીયા

ક્વાર્ટરની બહાર પાણીના ખાબોચીયા, છાત્રોને પ્રવેશ કરવો મુશ્કેલ
જર્જરીત શાળાને રિપેરીંગ કરે તો બાળકો વ્યવસ્થિત ભણી શકે
શાળાના શિક્ષક તૃપ્તીબેન પાવસ્યાએ જણાવેલ હતુ કે સવારથી વરસાદ વરસતા રૂમમાં પાણી પડે છે. અને બાળકોની વધુ સંખ્યા હોવાથી વ્યવસ્થિત બેસી પણ શક્તા નથી. જર્જરીત શાળાને રિપેરીંગ કામ વહેલી તકે થાય તો બાળકોને ન્યાય આપી શકીએ.

વરસાદના કારણે બે વર્ગનાં છાત્રોને સાથે અભ્યાસ કરાવો પડે છે
સ્યુગર ફેક્ટરી પ્રાથમિક શાળાના શિક્ષક દાનાભાઇ ગોહેલએ જણાવેલ હતુ કે હાલ સ્યુ.ના ક્વાર્ટરમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીએ છીએ બહાર વરસાદના પાણીથી ખાબોચીયા ભરાયા છે. તેના કારણે બે વર્ગના વિદ્યાર્થીઓને સાથે અભ્યાસ કરાવો પડે છે.

હાલ સ્યુગર ફેક્ટરી પ્રા.શાળાના વિદ્યાર્થીઓને ક્વાર્ટરમાં અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે માથે વરસાદના પાણી પડી રહ્યા છે અને બહારના ભાગે દરવાજા પાસે પાણીના ખાબોચીયા ભરાયા છે. ત્યારે બાળકોને અંદર પ્રવેશ કરવો મુશ્કેલ પણ બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...