તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનામાં મકાનનાં તાળા તોડી 78 હજારનાં દાગીનાની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના પંથકમાં છેલ્લા ઘણા સમયથી ચોરી લૂંટ અને મારામારીના બનાવો દિનપ્રતિદીન વધી રહ્યા છે અને અગાઉ લાખો રૂપિયાના સોના -ચાંદીના દાગીનાની ચોરી થયેલ હોવા છતાં પોલીસ તસ્કરો સુધી પહોચવા નિષ્ફળ ગઇ છે. ત્યારે ઊના તાલુકાના ખત્રીવાડા ગામે બંધ મકાનના દરવાજાના તાળા તોડી ઘરના અંદર પ્રવેશી સુટકેશમાં રહેલ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો નાશી છુટ્યા હોય આ બનાવ અંગે પોલસે તસ્કરોને ઝડપી પાડવા આગળનાં ચક્રગતિમાન કરેલ છે.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઉના પંથકનાં ખત્રીવાડા ગામે રહેતા માવજીભાઇ સોમાભાઇ સોલંકીનો પરીવાર ઘરે દરવાજાના તાળા મારી બહાર ગામ ગયેલ હોય અને ગતરાત્રીના સમયે તસ્કરો ત્રાટકતા બંધ મકાનના દરવાજાના તાળા તોડી ઘરના અંદર પ્રવેશી સેટીના ખાનામાં રાખેલ સુટકેશમાંથી મંગલસુત્ર 1, સોનાનો ડોક્યુ સેટ, છડા જોડી 1 કુલ કિ.રૂ. 78 હજારના સોના ચાંદીના દાગીનાની તસ્કરો ચોરી કરી નાશી છુટ્યા હતા અને માવજીભાઇ ઘરે આવતા દરવાજા તાળા તુટેલી હાલતમાં જોતા અને ઘરમાં તસ્કરોઅે વેરવિખેર કરી ચોરી કરી ગયા હોય આ બનાવ અંગે પોલીસમાં ગુનો નોધાતા પોલીસે આગળની ધોરણસરની તપાસ રાજ્યગુરુ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...