તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનગી શાળાઓમાં ઉંચી ફી, ડ્રેસકોડ સહિતનો વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના તાલુકાની ખાનગી શાળાઓનાં સંચાલકો ઉંચી ફી, મોંઘાભાવનાં ડ્રેસ સહિતનાં નિયમો બનાવી મનમાની ચલાવી રહયાં હોય તેમની સામે કડક કાર્યવાહીની માંગ સાથે ઊનામાં વાલી મંડળના રસીકભાઇ ચાવડાએ ડે.કલેકટર મારફત સીએમને આવેદન પાઠવ્યું હતું. તાજેતરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. પરંતુ અમુક ખાનગી શાળાઓ વાલીઓ અને વિદ્યાર્થીઓનું શોષણ કરી રહી છે. ત્યારે ઉના તાલુકાની શાળાઓની તપાસ કરી વિદ્યાર્થીઓના હિતમાં કાર્યવાહીની માંગ કરી છે. શાળામાં અગ્નિશામક સાધનો નથી. પીવા લાયક પાણીની વ્યવસ્થા નથી.રીશેષમાં બાળકને અમુક પ્રકારનો નાસ્તો બહારથી ન લાવવાનો આગ્રહ રખાય છે. સ્કુલ વાહનોમાં બાળકોને પશુની જેમ ભરવામાં આવે છે. અમુક દુકાનદાર પાસેથી ડ્રેસ ખરીદવાનો અને પસંદ કરેલા ટેઇલર પાસે ડ્રેસ સીવડાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. કોમ્પ્યુટર કોર્ષ ફરજીયાત રખાવાય છે. આ બાબત ગંભીર હોય સંચાલકો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલનકરાશે.

અન્ય સમાચારો પણ છે...