ઉના પંથકનાં સનવાવમાંથી ફરાર કેદી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાના સનવાવ ગામે રહેતો ગોવિંદ બોઘા નામનો શખ્સ કોઇ ગુના સબબ રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો અને ગુજરાત હાઇકોર્ટનાં હુકમથી 10 દિવસ પેરોલ પર છુટ્યો હતો અને 12 ડિસેમ્બરે આ રજા પૂર્ણ થઇ હતી. પરંતુ ગોવિંદ રાજકોટ મધ્યસ્થ જેલમાં હાજર થવાની બદલે ફરાર થઇ ગયો હતો. ગીર સોમનાથ પેરોલ ફ્લો સ્કવોડનાં સ્ટાફે બાતમીનાં આધારે ઉનાનાં સનવાવ ગામે વોચ ગોઠવી ગોવિંદને ઝડપી લઈ રાજકોટ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...