ઊનામાં SBIના એટીએમ કનેક્ટિવિટીનાં અભાવે બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના શહેરના ગોંદરા ચોકમાં આવેલ એસબીઆઇ બેંકની મેન બ્રાંન્ચ આવેલી હોય ત્યારે એટીએમમાં અને પાસબુક પ્રિન્ટીંગ મશીન ઘણા સમયથી બંધ હાલતમાં પડેલ હોય ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ હાલતમાં હોય છે. ત્યારે મંગળવાર સવારથીજ એટીએમમાં કનેક્ટીવીટી ન હોવાના કારણે નાણાની લેતી દેતી ન થતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે એસબીઆઇ બેંક નીચે એક બોર્ડ મારી દેવામાં આવેલ હતુ જેમાં બેંકના સર્વરમાં કનેક્ટીવીટી ન હોવાથી બપોર 12 વાગ્યા સુધી તમામ કામકાજ બંધ રહેશે. આમ વારંવાર કનેક્ટીવીટી ન રહેતા એટીએમમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. આમ એસબીઆઇના એટીએમમાં સર્વરમાં કનેકટીવીટી માટે રીપેરીંગ કામ કરી ચાલુ કરવામાં આવે જેથી અવાર નવાર બંધ ન પડે તેવી લોકોની માંગ ઉઠવા પામેલ છે. તસ્વીર-જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...