તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઊનાનાં પુરઅસરગ્રસ્ત 10 ગામોમાં જમીન ધોવાણનો સર્વે કરી વળતર આપો

ઊનાનાં પુરઅસરગ્રસ્ત 10 ગામોમાં જમીન ધોવાણનો સર્વે કરી વળતર આપો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના પંથકમાં થોડા દિવસ પહેલા પડેલા ભારે વરસાદથી નદી-નાળાઓ છલકાયાં હતાં. તેમજ બાયપાસ હાઇવેનાં લીધે પાણી ભરાઇ જતાં ખેતરોનું ધોવાણ થયું હતું. જેથી પાક નિષ્ફળ ગયો હતો. જેથી તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરી વળતર આપવાની માંગ સાથે આવેદન અપાયું હતું. તાલુકાના લેરકા, માઢગામ, ચિખલી, રાણવશી, કાણકીયા, સીમાસી, કરેણી, ભેભા, સોખડા, રેવદ સહીતના દશ ગામના ખેડૂતોએ ભારે રોષ સાથે વેદના વ્યક્ત કરાયેલ કે તા.16 જુલાઇના કુદરતી અતિવૃષ્ટીના કારણે વરસાદના પાણી ઉપરોક્ત ગામ અને સીમ વિસ્તારમા ફરીવળતા નદી નાળાના કાઠા વિસ્તારના પણીના કારણે મોટા ભાગની જમીનો માટીઓ સાથે ધોવાણ થઇ જતા અને ખેતીની જમીનો ઉપર વાવેતરોનુ પણ ધોવાણ થઇ જવાના કારણે જમીનો વાવેતર લાયક રહી ન હોય અને જમીનોના લેવલીંગ કરવુ પડે તેવી પરીસ્થિતીનુ નિર્માણ થયે છે. આવા સમયે બરબાદ થયેલા ખેડૂતી જમીનોનુ સરકારના તંત્ર દ્વારા સર્વે કરાવવાની કામગીરી હજુ સુધી હાથ ધરાયેલ ન હોય કે ખરાય કરવામાં આવેલ ન હોય તેના કારણે ખેડૂતોને તેના પાકોનુ અને જમીન ધોવાણનુ વળતર કે પુરતી સહાય અપાયેલ ન હોય દશ ગામના ખેડૂતોએ તાત્કાલીક જમીનોના સર્વે કરી વળતર આપવાની માંગણી સાથેઆવેદન પત્ર આપી તા.31ઓગષ્ટ સુધીમાં દશ ગામના ખેડૂતોને ન્યાય નહી મળે તો આંદોલન કરી ઉપવાસ કરવાની ચિમકી સાથે પ્રાંત અધિકારીને રજુઆત કરેલ છે.

સર્વેની કામગીરી કરી વળતર આપવા માંગ. તસ્વીર: જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...