Home » Saurashtra » Somnath » Una » ઉનાનાં કાજરડી ગામે ગૃહકલેશથી કંટાળી જઈ પરિણીતાનું અગ્નિસ્નાન

ઉનાનાં કાજરડી ગામે ગૃહકલેશથી કંટાળી જઈ પરિણીતાનું અગ્નિસ્નાન

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:00 AM

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયાં બાદ પગલું ભર્યુ, પતિ પર સળગાવ્યાનો આક્ષેપ

  • ઉનાનાં કાજરડી ગામે ગૃહકલેશથી કંટાળી જઈ પરિણીતાનું અગ્નિસ્નાન
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ઊના પંથકનાં કાજરડી ગામે પરિણીતાએ ગૃહ કલેશનાં લીધે અગ્નિસ્નાન કરી લીધુ હતું. આ બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી.

    આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઊનાનાં કાજરડી ગામે રહેતી ભાવનાબેન ભરતભાઇ વાળાનાં લગ્ન 8 વર્ષ પહેલા થયાં હતાં અને લગ્ન જીવન દરમિયાન બે બાળકો પણ હતાં ભાવનાબેનની સગી બહેનનો શ્રીમંત પ્રસંગ હોવાથી ભાવનાબેન સવારે ત્યાં ગયાં હતાં અને બપોરે ઘરે પરત ફર્યા હતાં. બાદમાં પતિ ભરત સાથે કોઇ વાતનો ઝઘડો થતાં આ પરિણીતાએ અગ્નિસ્નાન કરી લીધું હતું અને ગંભીર રીતે દાઝી જતાં ઘટના સ્થળ પર જ મોત થયું હતું. બનાવ બાદ 108નાં સ્મિતાબેન તેમજ હરીભાઇ સ્થળ પર પહોંચી ગયાં હતાં અને મૃતદેહનો પીએમ માટે ઊના સિવીલ હોસ્પિટલે ખસેડયો હતો. આ બનાવથી પરિવારજનો હોસ્પિટલે પહોંચી ગયા હતાં. જોકે મૃતક મહિલાનાં પરિવારજનોએ પતિએ જ સળગાવ્યાં હોવાની શંકા વ્યકત કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

  • ઉનાનાં કાજરડી ગામે ગૃહકલેશથી કંટાળી જઈ પરિણીતાનું અગ્નિસ્નાન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ