તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સોમનાથથી 4 યાત્રાધામોને સાંકળતી ટ્રેનો આપવા માંગ

સોમનાથથી 4 યાત્રાધામોને સાંકળતી ટ્રેનો આપવા માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલ્વે મંત્રીને આગેવાનોએ પત્ર પાઠવી કરી રજૂઆત

ભાસ્કરન્યૂઝ. વેરાવળ

રેલ્વેબજેટમાં સોમનાથને અન્ય યાત્રાધામો સાથે સાંકળતી ટ્રેનો સહિતની સુવિધા આપવા રેલ્વે મંત્રીને પત્ર પાઠવ્યો છે.

વેરાવળનાં સામાજિક કાર્યકર મણીભાઇ ડાંગોદરા અને રેલ્વે કન્સ્લટેટીવ કમિટીનાં સભ્ય હસુભાઇ કાનાબારે રેલ્વે મંત્રીને પત્ર પાઠવી મુંબઇની અલગ ટ્રેન ફાળવવા, વેરાવળ રેલ્વે સ્ટેશનનું વિસ્તરણ કરવા, સોમનાથથી અન્ય યાત્રાધામોને સાંકળતી ટ્રેનો આપવા, રાજકોટ-વેરાવળ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ કરાવવા, વેરાવળથી ઊના-દેલવાડા જવા સવારની ટ્રેન શરૂ કરવા, સોમનાથથી ભુજ નવી ટ્રેન આપવા, વેરાવળ સ્ટેશને ગ્રેડ કક્ષાની સુવિધા, ગુડઝ સ્ટેશન સહિતનાં પ્રશ્નોએરજૂઆત કરી યોગ્ય નિર્ણય લેવા માંગણી કરી છે.