તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • નિરોગી તાડી | તાડના ઝાડ પર ટોચે માટલા બાંધી તાડમાંથી ટપકતો રસ માટલામાં ભેગો થતાં તેને સવારે ઉતારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિરોગી તાડી | તાડના ઝાડ પર ટોચે માટલા બાંધી તાડમાંથી ટપકતો રસ માટલામાં ભેગો થતાં તેને સવારે ઉતારી લેવામાં આવે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાડનાઝાડ પર ટોચે માટલા બાંધી તાડમાંથી ટપકતો રસ માટલામાં ભેગો થતાં તેને સવારે ઉતારી લેવામાં આવે છે. જબુગામ પંથકના ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પણ જાહેરમાં 20 રૂા.ની લોટીના ભાવ આદિવાસીઓ વેચાણ કરતા હોય છે. હાલમાં તાડી મોટી માત્રામાં પીવાતી હોવાનું જોવા મળે છે. ત્યારે આદિવાસીઓ અને શ્રમજીવીઓ માટે સોમરસ ગણાતી તાડીનું ધૂમ વેચાણ થાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. ગરમીનું મારણ ગણાતી તાડી પીવાના રસીયાઓ તથા ગરીબ શ્રમીકો સાંજ પડે થાક ઉતારવા અને નશા માટે તેનું સેવન કરતા હોય છે.

તાડી મેળવવા માટે તાડના ઝાડીની ટોચ પર ચોક્કસ સ્થળે વાઢ મુકી ત્યાં માટલા લટકાવી દેવાતા હોય છે. તાડી ઉતારવાના માટલા પણ ખાસ પ્રકારના મજુબત અને લાંબા હોય છે. માટાલાના કાઠા પર દોરડા બાંધી તાડ પર તેને લગાડી દેવાતા હોય છે. સાંજે લટકાવેલ માટલા સવાર સુધીમાં આઠ- દસ લીટર ઉપરાંત તાડી ભેગી થાય છે.

જબુગામના ગ્રામ્ય વિસ્તારમાં તાડીનું ધૂમ વેચાણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો