તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવુ આશ્ચર્ય - યુપીમાં યોગી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
44 વર્ષીય આદિત્યનાથ ઉપ્રના સીએમ

શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે ઘણા રાજ્યોના સીએમ હાજર રહેશે. કાર્યક્રમમાં 50 હજાર લોકો હાજર રહે તેવી સંભાવના છે.યૂપીમાં મુખ્યમંત્ર પદ માટે કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, રાજનાથ સિંહ સાથે લખનઉના મેયર દિનેશ શર્મા સહિત ઘણા નેતાના નામ ચર્ચામાં હતા. પણ તમામ અટકળો પર યોગી આદિત્યનાથનું નામ ભારે સાબિત થયું હતું. શનિવાર સવાર સુધી મનોજ સિન્હાનું નામ આગળ હતું, કૈશવ મૌર્યને પણ સમર્થકોએ અભિનંદન આપી દીધા હતા, ખાસ વિમાનમાં યોગી દિલ્હી પહોંચતા તમામ સમીકરણ બદલાઈ ગયા. યોગી પહેલા અખિલેશ યાદવ, 38 અને માયાવતી 39 વર્ષની વયે રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. રાજ્યને 15 વર્ષ બાદ પૂર્વાંચલથી મુખ્યમંત્રી મળ્યા છે. તે પહેલા રાજનાથ સિંહ પૂર્વાંચલથી આવનારા મુખ્યમંત્રી હતા.

શનિવારે સવાર સુધી કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાનું નામ લગભગ નક્કી મનાતું હતું. તેમણે સવારે વારાણસીમાં કાલ ભૈરવ, કાશી વિશ્વનાથ અને સંકટ મોચન મંદિરમાં પૂજા કરી.વધામણી મળવા લાગી હતી. તેમના વિસ્તાર ગાઝીપુરમાં તો મિઠાઈ વહેંચાવા લાગી હતી. દરમિયાન, યૂપી ભાજપ પ્રમુખ કેશવ મૌર્ય દિલ્હીમાં અમિત શાહના ઘેર પહોંચી ગયા હતા. બંને વચ્ચે 25 મિનિટ સુધી વાતચીત થઇ હતી. ...અનુસંધાન પાનાં નં.13સૂત્રોના અનુસાર મૌર્યે શાહને પોતાના કામ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે સીએમની જાહેરાત પહેલા તેમની વાત પણ સાંભળવામાં આવે.

તે બાદ શાહે આદિત્યનાથને વિશેષ પ્લેનથી દિલ્હી બોલાવ્યા. મુલાકાતના તરત બાદ આદિત્યનાથ લખનઉ રવાના થઇ ગયા હતા. મિટિંગમાં સવારથી નક્કી મનાતા સમીકરણ બદલવાઇ ગયા હતા. દરમિયાન, યૂ પી ભાજપ પ્રભારી ઓમ માથુરે પણ વડાપ્રધાન સાથે તેમના નિવાસ સ્થાને ચર્ચા કરી હતી.

લખનઉ પહોંચતા આદિત્યનાથે વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં નિરીક્ષક વેંકૈયા નાયડૂ સાથે બેઠક કરી હતી. તેમણે બે સીનિયર સાથીઓને સાથે જોડવાની માગ કરી હતી. અમિત શાહ સાથે ચર્ચા બાદ મૌર્ય અને દિનેશ શર્માના નામ નાયબ મુખ્યમંત્રી પદ માટે ફાઇનલ થયા હતા. અહીંથી બંને ધારાસભ્યોની બેઠકમાં પહોંચ્યા હતા. સવા 7 વાગે નાયડૂએ સત્તાવાર જાહેરાત કરી હતી.ઉત્તરાખંડમાં જન્મેલા યોગી 26 વર્ષે સાંસદ બન્યા હતા. 2007ના તોફાનોમાં મુખ્ય આરોપી હતા:

યોગી આદિત્યનાથનું અસલી નામ અજય સિંહ નેગી છે. 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડમાં તેમનો જન્મ થયો હતો. ગણિતમાં બીએસસી કરી ચૂકેલા આદિત્યનાથી ગોરખપુરના પ્રસિદ્ધ ગોરખનાથ મંદિરના મહંત છે. તેમણે હિન્દૂ યુવા વાહિનીની પણ સ્થાપના કરી હતી, જે ધર્મ પરિવર્તન અને લવ જેહાદ જેવા મુદ્દાઓ સામે કામ કરે છે. તેઓ 1998થી સતત પાંચ વાર ગોરખપુરથી સાંસદ ચૂંટાયા છે. 26 વર્ષની વયે 1998માં પહેલીવાર સાંસદ બન્યા હતા. ત્યારે તેઓ સૌથી નાની વયના સાંસદ હતા. કટ્ટર હિન્દુત્વની છબિ અપનાવતા તેમણે ઘણીવાર વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યા હતા. 2007માં ગોરખપુરમાં થયેલા રમખાણોમાં તેમને મુખ્ય આરોપી બનાવીને ધરપકડ કરાઇ હતી. યોગી સામે ઘણા ફોજદારી કેસ પણ દાખલ છે.

પાયાના સ્તરે પકડ યોગીસતત પાંચ વખતથી સાંસદ છે. 2014માં ત્રણ લાખ કરતા પણ વધારે મતથી જીત્યા હતા. પૂર્વાંચલની 60 કરતા વધારે સીટો પર પકડ મનાય છે.

5 કારણ, જેના લીધે ભાજપે આદિત્યનાથને પસંદ કર્યા

રાજનાથનું રેસમાંથી હટવું: મુખ્યમંત્રીપદની રેસના નામોમાં માત્ર રાજનાથ સિંહનું કદ યોગી કરતા મોટું હતું. રાજનાથ સીએમ બન્યા હોત તો આદિત્યનાથ શાંત રહેત.

હિન્દુત્વવાદી છબિ: આદિત્યનાથનીછબિ કટ્ટર હિન્દૂ નેતાની છે. ચૂંટણી ભાષણોમાં અખિલેશના વિકાસના કામોના દાવાને હિન્દૂ-મુસ્લિમનો રંગ આપતા હતા.

મોદીની પૂર્વાંચલ રણનીતિ: યૂપીનોજંગ જીતવા માટે ભાજપનું પૂર્વાંચલ પુરૂ ફોકસ છે. વિધાનસભામાં પણ પૂર્વાંચલની મોટાભાગની સીટો ભાજપને મળી છે.

પ્રચંડ બહુમત : 90નાદાયકા પછી 325 સીટ સાથે ભાજપને સ્પષ્ટ બહુમત. 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખતા હિન્દુત્વવાદી છબિની દ્રષ્ટિએ આદિત્યનાથ સૌથી યોગ્ય છે.

શનિવાર સવાર સુધી મનોજ સિન્હાનું નામ આગળ હતું, કૈશવ મૌર્યને પણ સમર્થકોએ અભિનંદન આપી દીધા હતા, ખાસ વિમાનમાં આદિત્યનાથ દિલ્હી પહોંચતા તમામ સમીકરણ બદલાઈ ગયા

ન્યૂ ઇન્ડિયા, ન્યૂ ફેસ | ઉત્તરપ્રદેશથીસતત બીજા ધમાકેદાર સમાચાર છે. પહેલા:ગતશનિવારે ભાજપને સવા ત્રણસો સીટ મળવી, બીજા: શનિવારેતમામ સંભવિત નામો રદ કરીને યોગી આદિત્યનાથનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયું.

આજે શપથ, પહેલીવખત બે નાયબ મુખ્યમંત્રી કૈશવ મૌર્ય અને દિનેશ શર્માની પણ પસંદગી કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો