તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઇટી રિટર્ન ફાઈલ કરનારમાં 21% વધારો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્કમટેક્સવિભાગે, ચાલુ નાણાંકીય વર્ષમાં તા. 28 ફેબ્રુઆરી, 2017 સુધીમાં કુલ રૂ. 1,48,459 કરોડ રિફંડની ચુકવણી કરી છે. તા. 28 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં 4.21 કરોડ કરદાતાઓએ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યા છે. ગત વર્ષે સમયગાળા દરમિયાન ફાઈલ કરાયેલ આઈ. ટી. રિટર્નની સરખામણીએ ચાલુ વર્ષે સમયગાળા દરમિયાન આઈટી રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓની સંખ્યામાં 21 ટકાનો વધારો નોંધાયો છે.

સીએ ઈન્સ્ટિટ્યૂટના પૂર્વ ચેરમેન જૈનિક વકીલે કહ્યું કે, નોટબંધીનો અમલ કરાયા પછી આઈ. ટી. રિટર્ન ફાઈલ કરવાના મુદ્દે કરદાતાઓ સજાગ બન્યા છે. બેન્કોમાં જમા થયેલ રોકડ તેમજ આવક સંબંધિત કોઈ પ્રકારની ક્વેરીનો સામનો કરવો પડે તે હેતુસર કરદાતાઓ સંપૂર્ણ વિગતો સાથે આઈ.ટી. રિટર્ન ફાઈલ કરી રહ્યા છે.આ નાણાંકીય વર્ષમાં આઈ.ટી. રિફંડ ફાઈલ કરવામાં વધારો થયો છે.ગત વર્ષની તુલનાએ તેમાં 21 ટકા વધારો નોંધાયો છે. 28 ફેબ્રુઆરી સુધીમાં 4.30 કરોડ આઈ. ટી. રિટર્ન પ્રોસેસ કરાયા છે.અગાઉના વર્ષોનો બેકલોગ પણ ક્લીયર કરાયો છે. કાયદા મુજબ રિટર્ન ફાઈલ થયાના એક વર્ષમાં પ્રોસેસ કરવાના હોય છે.

રૂિપયા 1,48,459 કરોડ રિફંડ ચૂકવાયું

રિટર્ન ફાઈલિંગ અંગે કરદાતાઓમાં જાગૃતિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો