• Gujarati News
  • અજીબો ગરીબ દુનિયાને ચારેકોરથી જાણતા રહો!!!

અજીબો-ગરીબ દુનિયાને ચારેકોરથી જાણતા રહો!!!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો.

થોમસ ફૂલર નામના તબીબી શાસ્ત્રીએ કહ્યું કે જગતમાં જે અવનવું વિજ્ઞાનીઓ અંતરીક્ષમાં શોધે છે તેનાથી હું ખરેખર બાળકની જેમ પ્રભાવિત થાઉં છું અને જ્યારે બધું જાણું છું ત્યારે ભવિષ્યમાં જે કોઈ ઉલ્કાપાત થવાનો હોય તેનાથી હવે ડરતો નથી. ‘હી હુ ડઝ નોટ ફીયર ફ્યુચર એન્જોય પ્રેઝન્ટ’. આજકાલ જગતમાં અનેક અજીબો-ગરીબ ઘટના બને છે. છેલ્લા એક સપ્તાહથી રોઝેટા સ્પસેક્રાફટ જેને 2004માં પૃથ્વી ઉપરથી અવકાશ વિજ્ઞાનીઓએ ધૂમકેતુ (કોમેટ) સુધી પહોંચવા 51 કરોડ કીલોમીટર એટલે કે 31.1 કરોડ માઈલની લાંબામા લાં...બી સફરે મોકલ્યું હતું તે તકલીફમાં આવ્યું છે. તમે રોહીત શર્માની ડબલ સેન્ચુરીમાં રસ લીધો પણ થોડોક અવકાશ વિજ્ઞાનમાં પણ રસ લેવો જોઈએ. અત્યારે રોઝેટા સ્પેસક્રાફટ જે સૂર્ય પાસેથી વીજળી શક્તિ મેળવે છે તે મેળવતું નથી, તેથી ટેમ્પરરીલી ‘અશકત’ બન્યું છે. જોકે અવકાશ યાનને મોકલનારા ફ્રેંચ અને જર્મન વિજ્ઞાનીઓ પૈકીના ફ્રેંચ વિજ્ઞાનિક જીન પીયરે કહે છે કે, જીવનના કોઈ પણ સાહસમાં માનવીએ તેને કેટલા પ્રમાણમાં નિષ્ફળા મળી છે તેને બદલે સામેથી કેટલી સફળતા મળી છે તેમાં આનંદ માનવો જોઈએ. રોઝેટા મીશને કોઈ પણ અગાઉના અવકાશી શોધખોળ કરવા મોકલેલા અવકાશી યાને ડાટા મોકલ્યો હોય તેનાથી વધુ ડાટા મોકલ્યો છે.

વાચકોને રોઝેટા મીશનની થોડી વાત કરી શકું તે માટે મેં અવકાશ વિજ્ઞાની ડો. જે. જે. રાવળને ફોન ર્ક્યો. તેમણે મને ઘણી અજાયબ વાતો કરી. (1) અમેરિકાના મંગળયાનનો ખર્ચ રૂ. 4026 કરોડ થયો છે, જ્યારે ભારતનું મંગળયાન આખે આખું ભારતનાં ઈજનેરોએ ભારતમાં રચ્યુ હતું અને અમેરિકા કરતાં 8મા ભાગના ખર્ચે અવકાશમાં મોકલ્યું છે. (2) ડો. રાવળને મેં પૂછ્યું કે, લગભગ એક સપ્તાહથી હું અમેરિકા, યુરોપના અખબારો જોઉં છું તો તમામ વિદેશી અખબારોમાં રોઝેટા અવકાશયાનની રામાયણ કેમ એક સપ્તાહથી રટાય છે? તેનું પ્રેક્ટિકલ મહત્ત્વ માનવજાત માટે શું છે? તો ડો. રાવળે કહ્યું કે, હજી સુધી કોઈ પણ અંતરીક્ષયાન, ધૂમકેતુ (કોમેટ) ઉપર ઉતરી શકયું નથી. ધૂમકેતુને માનવોએ પૂરેપૂરો જાણવો જોઈએ. ધૂમકેતુની સપાટી બરફના ગોળા જેવી છે. ધૂમકેતુ ખરેખર શું છે? શેનો બનેલો છે? અને કેટલા ધૂમકેતુ (કોમેટ) છે તે આપણે જાણ્યું નથી. ‘મેં પોતે (ડો. રાવળે) મુંબઈના અવકાશ વિજ્ઞાની હતો ત્યારે સેંકડો, હજારો કે ડઝનબંધ ધૂમકેતુમાંથી માત્ર 5થી 6 જેટલા ધૂમકેતુને જોયેલા.’

મને મજા પડી કે જર્મન અને અમેરિકન તેમ અંગ્રેજ વ