તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજપોલ ન હોત તો મકાનની અંદરથી ટ્રક પસાર થઈ જાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અહીંયા વીજ પોલ હોવાથી પોલને અથડાયાં બાદ મકાનમાં ઘુસી ગયો હતો. જો પોલ ન હોત તો મકાનની અંદરથી ટ્રક પસાર થઇ જાત અને અનેકનાં જીવ જોખમમાં મુકાઇ જાત.તસવીર-જયેશ ગોંધીયા

ઊના પાસે ટ્રક ધડાકાભેર મકાનમાં ઘુસી ગયો, યુવતીને માથામાં ઇજા
ટ્રક ચાલકને ગંભીર રીતે ઈજા થતા રાજકોટ ખસેડાયો
ક્રાઇમ રિપોર્ટર | ઊના

ઊનાનાં તપોવન રોડ પર ટ્રક ધડાકાભેર મકાનમાં ઘુસી જતાં ચાલક અને યુવતીને ઇજા પહોંચી હતી. ઘરનાં સભ્યો મજુરી કામે ગયા હોવાથી દુર્ઘટના ટળી હતી.

ઊનાનાં તપોવન રોડ પર ગુરૂવારે વહેલી સવારનાં ચાચકવડ ગામેથી પુરપાટવેગે આવી રહેલા ટ્રક નં.જીજે-1-એટી- 7203નાં ચાલક રતીભાઇ અમરસિંહ પરમારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અહીંયા વાડી ધરાવતાં બચુભાઇ ભાણાભાઇ ડાભીનાં મકાનમાં ધડાકાભેર ઘુસી જતાં ઘરમાં રહેલી યુવતી મનીષાબેન ગાંડાભાઇ ડાભી (ઉ.વ.18)ને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાને પગલે આસપાસનાં લોકો દોડી આવ્યા હતાં અને મનિષાને બાઇક પર તાત્કાલીક ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાઇ હતી. જયારે ટ્રક ચાલકને હાથ, પગ, માથામાં ગંભીર ઇજા પહોંચતાં ખાનગી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.

ઈજાગ્રસ્ત ચાલક અને યુવતી.

ચાંચકવડમાં દિવાલમાં ટ્રક અથડાતાં રહી ગયો
ચાલક એટલી પુરઝડપે ટ્રક ચલાવતો હતો કે ચાંચકવડમાં પણ દિવાલમાં ટ્રક અથડાતાં સહેજે રહી ગયો હતો. ધસમસતા આવતાં ટ્રકથી નદીમાંથી પસાર થતાં 4 જેટલા વાહન ચાલકો પણ સાઇડમાં ઉભા રહી ગયાં હતાં.

ઘરનાં સભ્યો મજુરી કામે ગયાં હોય બચ્યાં
બચુભાઇનાં મકાનમાં 7 સભ્યોનો પરિવાર રહેતો હોય અને મજુરી કામે ગયો હોવાથી બચી ગયા હતાં. આમ મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...