• Gujarati News
  • ધોળિયામાં ચાર શખ્સોનો ઘરમાં ઘૂસી આતંક હુમલો

ધોળિયામાં ચાર શખ્સોનો ઘરમાં ઘૂસી આતંક- હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીનાંધોળીયા ગામે રહેતા એક જ્ઞાતિનાં બે જૂથ વચ્ચે અગાઉનાં બોલાચાલીનું મનદુ:ખ રાખી ચાર શખ્સો છરી અને લાકડી લઇ તૂટી પડયા હતાં. જેમાં એકને ઈજા થઈ હતી.

મૂળીનાં ધોળીયા ગામે રહેતા દિનેશભાઈ સોમાભાઈ પોતાના ઘરે હતાં. ત્યારે ગામનાં ચકુભાઈ સાર્દુલભાઈ, સોમાભાઈ મગનભાઈ, ચતુરભાઈ મગનભાઈ અને બાબુભાઈ સામતભાઈ છરી, લાકડી જેવા હથિયારો લઇ આવ્યા હતાં. અને તેમનાં કુટુંબનાં દેવકુભાઈ ભોપાભાઈ ચકુભાઈની બેન સાથે આડા સંબંધ હોય તેના કારણે બે મહિનાં પહેલા ગાળો આપી હતી. તેનું મનદુ:ખ રાખી ચારેય શખ્સો ઘરમાં ઘૂસી તૂટી પડયા હતાં. જેમાં દિનેશભાઈ સોમાભાઈ અને મગનભાઈ ચતુરભાઈ પર તૂટી પડયા હતાં. આથી દિનેશભાઈને વાંસાના ભાગે છરીનો ઘા મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.