તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં ગરમી વધી, 39 ડીગ્રી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ પંથકમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. આજે તાપમાનનો પારો 39 ડિગ્રીને આંબી ગયો હતો અને બપોરના સમયે બળબતી લૂ ફુંકાતા લોકો અકળાઇ ઉઠ્યા હતા. ચોમાસાના સમયમાં જ આ સ્થિતિ છે ત્યારે આવનારા ઉનાળામાં કેવો રહેશે ω તેની કલ્પના જ લોકોને અકળાવી રહી છે. થોડા દિવસથી જૂનાગઢ પંથકમાં મિશ્ર ઋતુનો અનુભવ થતો હતો પરંતુ હવે અચાનક જ આકરી ગરમી પડવાની શરૂઆત થઇ ગઇ છે. શિયાળાની શરૂઆત પહેલા જ જૂનાગઢ શહેરમાં તાપમાનનો પારો આજે 39 ડીગ્રીને આંબી ગયો હતો. જો કે ન્યુનત્તમ તાપમાન હજુ પણ નીચુ હોય સવારના સમયે હવામાન ખુશનુમા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...