તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • Una દેલવાડા ગામે મતદાર યાદી સુધારણામાં 138 નવા નામ ઉમેરાયા

દેલવાડા ગામે મતદાર યાદી સુધારણામાં 138 નવા નામ ઉમેરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ ચાલી રહી હતી.

તેના ભાગરૂપે ગત 1 સપ્ટેમ્બર થી 7 ઓક્ટોબર કુલ 3 રવિવાર સુધીમાં ઊનાના દેલવાડા ગામમાં વર્ષ 1.1.2019 ના 18 વર્ષ પૂરા થતા હોય તેવા 138 નવા મતદારો નોંધાયા હતા. જેમાં 65 પુરુષ મતદારો અને 73 મહિલા મતદારોનો સમાવેશ થાય છે, જ્યારે નામ કમી કરવા માટેના ફોર્મ નં. 7 માં 36 મતદારોએ ફોર્મ ભર્યા હતા. તેમજ નામ-સરનામાં સુધારણા માટેના 35 ફોર્મ ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...