તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • Una તા.પં.નાં પૂર્વ ઉપપ્રમુખ, સદસ્યો પર 25 થી વધુ શખ્સોનો હુમલો

તા.પં.નાં પૂર્વ ઉપપ્રમુખ, સદસ્યો પર 25 થી વધુ શખ્સોનો હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડા પંથકનાં ધોકડવા ગામે બમ્પ તોડવા મુદ્દે ઠપકો આપવા ગયેલા સરપંચ પતિ, સદસ્યો પર 25 થી વધુ શખ્સોએ હુમલો કરતાં પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લઇ જવામાં બે 108 એમ્બ્યુલન્સ કામે લાગી હતી.

ગીરગઢડાનાં ધોકડવા ગામે દુકાન ધરાવતાં બાબુ ભગા માળવીએ પોતાની દુકાન આગળ બમ્પ પાણી ભરાતું હોવાથી તોડી નાંખતા સરપંચ પતિ, ગીરગઢડ તા.પં.નાં પુર્વ ઉપ પ્રમુખ દુલાભાઇ મેઘાભાઇ ગુર્જર, ગ્રા.પં. સદસ્ય મહેશભાઇ, અરવીંદભાઇ અને ભગવાનભાઇ ઠપકો આપવા મુદ્દે ગયાં હતાં. જેથી બાબુ ભગા માળવી ઉશ્કેરાઇ ગયો હતો અને 25 થી વધુ લોકો એકઠા થઇ ગયા હતાં અને સરપંચ પતિ તેમજ સદસ્યો પર પાઇપ, ધારીયું, કુહાડી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. જેથી 4 ને ઇજાઓ પહોંચી હતી અને સ્થળ પર લોકોનાં ટોળા એકઠા થઇ ગયાં હતાં. જયારે સામા પક્ષે બાબુ માળવી, અશ્વીન માળી, ભરત કિડેચા, ધીરૂ માળવી, સમજુબેન ડાંગોદરા, નિમુબેન ડાંગોદરાને પણ ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયાં હતાં આ બનાવથી રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ દોડી ગયા હતાં. તેમજ આ મામલો વધુ ઉગ્ર ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બંને પક્ષે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.

અત્રે નોંધનીય બની રહેશે કે, નાઘેરનંુ એપી સેન્ટર ગણાતા ધોકડવા ગામે રવિવારનાં રાત્રીનાં 8 વાગ્યાનાં અરસામાં બમ્પ તોડવા મુદ્દે ઠપકો આપવા ગયેલા રાજકીય આગેવાનો પર ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવતા પંથકમાં ચકચાર પ્રસરી ગઈ હતી.

આ ઘટનાને પગલે પોલીસે પણ ગંભીરતા સમજી તાત્કાલીક ગામમાં ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો હતો.

મારામારીમાં ઘાયલ થયેલા સારવાર હેઠળ. તસ્વીર : જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...