તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • Una ગીરગઢડાનાં વિદ્યાર્થી ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાકક્ષાએ પ્રથમ આવ્યા

ગીરગઢડાનાં વિદ્યાર્થી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાકક્ષાએ પ્રથમ આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરસોમનાથ જિલ્લાકક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન કે.કે મોરી હાઇસ્કુલ પ્રાચી ખાતે યોજાયું હતું. જેમાં અભિનવ વિદ્યામંદિર ગીર ગઢડાના છાત્રો જગદીશ પરમાર,મહેશપરમારે વિભાગ-2 માં સ્વાસ્થ્ય,સ્વચ્છતાના વિભાગની ડિઝિટલ માઈક્રોસ્કોપ કૃતિ રજૂ કરી હતી.જે જિલ્લાકક્ષાએ પસંદગી પામી હતી.તેમજ વિભાગ-5માં વૈશાલીબેન રાઠોડ,દર્શનાબેન પીપળીયાએ કૃતિઓ રજૂ કરી હતી.જેમને પણ દ્રિતીય સ્થાન મળતા સંચાલક મંડળના પ્રમુખ રાજુભાઇ પટેલ,આચાર્ય સિંધવ,બારડભાઈ સહિતનાએ શુભેચ્છા પાઠવી હતી.અને જિલ્લાશિક્ષણાધિકારી પારેખ,કે.કે કરકર દ્રારા છાત્રોને શિલ્ડએનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ પ્રકારની રજૂ કરેલી કૃતિઓથી લોકો પ્રભાવિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...