તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળમાં ટ્રાફિકનાં નિયમો તોડનાર 83 ચાલકો દંડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ-ઉનાહાઇવે રોડ પર ગીર સોમનાથ જિલ્લા આરટીઓ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરાયુ હતુ. જેમાં ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 83 જેટલા વાહન ચાલકો સામે ગુન્હો નોંધી 87 હજાર જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને કામગીરી ઓવરલોડ તેમજ જરૂરી કાગળો પાસે રાખનાર અને ટેકસ ભરનાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.

વેરાવળ-ઉના હાઇવે પર ઓવરલોડ દોડતા વાહનો કે જે નિમય વિરૂધ્ધ વધારે મુસાફરો ભરી દોડતા વાહનો તેમજ ટેકસ ભરનાર ભરનાર વાહન ચાલકો સામે આરટીઓએ લાલઆંખ કરી હતી અને વેરાવળ-કોડીનાર-ઉના હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગ હાથ ધર્યું હતુ. જેમાં ટ્રાફીકનાં નિયમોનો ઉલાળીયો કરનાર 83 જેટલા વાહન ચાલકો જપ્ટે ચઢી ગયા હતા અને તેમની પાસેથી 87 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે ચાર વાહનોને ડીટેઇન કરવામાં આવેલ હોવાનું પણ ગીર સોમનાથ આરટીઓ અધિકારી ઝાલાએ જણાવેલ હતુ. વેરાવળ તેમજ ઉના હાઈવે પર આરટીઓએ ટ્રાફિક પોલીસ બાદ ઝુંબેશ હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લા આરટીઓ દ્વારા 87 હજારનાં દંડની વસુલાત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો