તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર દાળોના બફર સ્ટોક વધારી 20 લાખ ટનનો કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્શાનિકબજ ારમાં કઠોળની ખાસ કરીને દાળોની કિંમતો કાબૂમાં રહે અને ખેડૂતોને દાળોની વધુ વાવણી માટે પ્રોત્સાહન આપવા માટેસરકારે દાળોના બફર સ્ટોકમાં સ્થાનિક બજારમાંથી પ્રાપ્તિ કરીને અને આયાતના ઓર્ડર દ્વારા હાલના આઠ લાખ ટનથી વધારીને 20 લાખ ટન કરવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રએ બજારમાં કિંમતો કાબૂમાં રહે માટે બજારની દરમ્યાનગીરી કરવા માટે બફર સ્ટોક ઊભો કર્યો હતો અને દાળોનો પુરવઠો બજારમાં સસ્તી કિંમતે પહોંચાડવા માટે કર્યો હતો. મોટા શહેરોમાં છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં દાળોની કિંમતોની રિટેલ કિંમતો ઘટીને રૂ. 115થી રૂ. 170ની રેન્જમાં થઈ હતી. આર્થિક બાબતોની બનેલી કેન્દ્રીય કેબિનેટે કન્ઝ્યુમર બાબતોના વિભાગ દ્વારા દાળોનો બફર સ્ટોક 20 લાખ ટન કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. બફર સ્ટોક સ્થાનિક પ્રાપ્તિ વધારવામાં આવશે અને દરેક દાળાની આયાત 10 લાખ ટનની કરવામાં આવશે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. બફર સ્ટોક ઊભું કરવાનું ફંડ ડિપાર્ટમેન્ટ કિંમત સ્થિરતા ફંડ યોજનામાંથી પૂરું પાડશે. સરકારે કવાયત સ્થાનિક બજારમાં કિંમતો કાબૂમાં રહે અને સ્થાનિક ખેડૂતો દાળોનું ઉત્પાદન વધારે માટે તેમને પ્રોત્સાહન આપવા માટે કરી છે. કેન્દ્રીય એજન્સીઓ એફસીઆઇ, નાફેડ અને એસએફએસસી દ્વારા વધારાનો બફર સ્ટોક ઊભો કરવા માટે સ્થાનિક બજારમાંથી દાળોની પ્રાપ્તિ કરશે. રાજ્ય સરકારોને પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે અનાજની વિકેન્દ્રીય પદ્ધતિ પ્રમાણે પ્રાપ્તિ કરવા માટે સત્તાવાર છૂટ અપાઈ છે. દાળોનું ઉત્પાદન 2015-16ના વર્ષમાં (જુલાઈ-જૂન)માં અગાઉના વર્ષના 171.5 લાખ ટનથી ઘટી 164.7 લાખ ટન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો