• Home
  • Saurashtra
  • Somnath
  • Una
  • Una - ગ્રામજનોને ગંધ આવી જતાં ભાંડો ફૂટયો, પોલીસે ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો

ગ્રામજનોને ગંધ આવી જતાં ભાંડો ફૂટયો, પોલીસે ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો

160 સે.મી. પહોળા, 50 સે.મી ઉંડા ખાડામાં મૃતદેહને દાટયો

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:36 AM
Una - ગ્રામજનોને ગંધ આવી જતાં ભાંડો ફૂટયો, પોલીસે ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો
ગીરગઢડાનાં કાંધી ગામની સીમમાં વાડી માલિકે વન્ય પ્રાણીથી પાકને બચાવવા મુકેલા વીજ કરંટે એક પ્રૌઢનો ભોગ લઇ લીધો હતો. આ ઘટના બાદ વાડી માલિકે પાપ છુપાવવા લાશને ખાડો ખોદી દાટી દીધી હતી. પરંતુ ગ્રામજનોને ગંધ આવી જતાં ભાંડો ફુટયો હતો. પોલીસે ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગીરગઢડાનાં કાંધીમાં રહેતા કોળી પ્રૌઢ બાબુભાઇ સાર્દુળભાઇ ડાભી (ઉ.વ.55) શુક્રવારે સવારે 8 વાગ્યે ડેરીવાવ સીમ વિસ્તારમાં ખાટુભાઇ કેશુભાઇ ગોહીલની વાડીએ મજુરી કામ માટે પગપાળા જતા હતાં ત્યારે ખાટુભાઇની વાડીની નજીક આવેલી પટેલ ડાયા શામજી અંટાળાની વાડીમાંથી પસાર થવા સમયે ત્યાં વન્યપ્રાણીથી પાકને બચાવવા વાડી ફરતે બાંધેલી ફેન્સીંગમાં લગાવાયેલા વીજ કરંટ પર પગ પડી જતાં દુર ફેંકાઇ બેભાન થઇ ગયા હતાં. આ ઘટના વાડી માલિક ડાયાની નજર સામે બનતા વીજ કરંટ મુકયો હોવાની વાત બહાર આવી જશે એવું માની પ્રથમ બેભાન હાલતમાં રહેલા બાબુભાઇને મકાઇનાં પાકમાં સંતાડી દીધેલ. અને તેમનાં ચપ્પલ, ટુવાલ ખાટુભાઇની વાડીએ મુકી આવી ઘટનાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ.

બાદમાં ફરી પોતાની વાડીએ આવેલ. જોકે બાબુભાઇનો તેમનો મૃતદેહ કોઇના હાથમાં ન આવે એ માટે ખાડો ખોદવાનો પ્રયત્ન કરેલ પરંતુ જમીન કઠણ હોવાથી એ શકય ન બનતાં નજીકમાં આવેલી કેનાલની બાજુમાં ખાડો ખોદી મૃતદેહને દાટી દઇ નિરાંતે વાડીમાં કામમાં લાગી ગયો હતો. બીજી તરફ બાબુભાઇ વાડીએ ન પહોંચતા ખાટુભાઇએ તેના પુત્ર સંજયને ફોન કરતાં બાપા તો સવારનાં તમારે ત્યાં આવવા નિકળી ગયાં છે. આથી ખાટુભાઇએ ડાયાને પણ પુછતાં મને ખબર નથી તમારા મજુર આવ્યા છે કે નહીં એવો જવાબ આપ્યો હતો. આથી સંજયે સગા સંબંધીઓની મદદ લઇ પિતાની શોધખોળ કરતાં - કરતાં ડાયાની વાડી સુધી પણ ગયેલ અને તેને પુછતાં મને ખબર નથી એવું કહેલ. બાદમાં રાત્રીનાં 8 વાગ્યા બાદ ફરી તેની વાડીએ જતાં બાબુભાઇ અહીં સુધી આવ્યા હતાં એવું કહેતા અને ત્યાં વાડીમાં ખાડા જેવું દેખાતા અને તપાસ કરતાં બાબુભાઇનો મૃતદેહ ખાડામાં હોવાનું માલુમ પડતાં સંજય, સગા-સંબંધીઓ અને ગ્રામજનોએ ગામનાં આગેવાન સતુભાઇ કાળુભાઇ ગોહીલ તથા પ્રાણભાઇને જાણ કરતાં સ્થળ પર પહોંચી ડાયાની પુછપરછ કરતાં તેની પાપ લીલાનો પર્દાફાશ થયો હતો. આ ઘટનાને પગલે પીઆઇ ખાંભલા સહિતનાં પોલીસ કાફલાએ ત્યાં પહોંચી ઘટનાની હકીકત મેળવી ડાયાની અટક કરી હતી. બાદમાં ડે.કલેકટર એમ.કે.પ્રજાપતિને વાકેફ કરતાં તેઓએ સ્થળ પર પોલીસ બંદોબસ્ત રાખવા સુચના અાપેલ. આ સમાચાર ગામમાં પ્રસરતાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકઠા થઇ ગયા હતાં. ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે કોળી આધેડનાં મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

ગીરગઢડાનાં કાંધી ગામની સીમની ઘટના, કરંટ લાગ્યા બાદ બેભાન થતાં પ્રથમ મકાઇનાં પાકમાં સંતાડી દીધા હતા

પાક બચાવવા મૂકેલા વીજ કરંટથી પ્રૌઢનું મોત, પાપ છુપાવવા વાડી માલિકે લાશ દાટી દીધી "તી

પ્રત્યક્ષદર્શી

મારા પર ફોન આવતાં અમે સંજયની સાથે શોધખોળ કરતાં 4 થી 5 વખત ડાયાની વાડી પર ગયેલ અને ડાયાએ તો બાબુભાઇને જોયા નથી એવા જવાબ જ આપ્યાં હતાં. જોકે તેની વાડીમાં તાજો ખાડો ખોદેલો હોય અને માટીના ઢગલા જેવું દેખાતા શંકા ગઇ અને રાત્રે 8 વાગ્યે ફરી તેની વાડીએ જઇ ઢગલા પાસે થોડુક ખોદતા બાબુભાઇનો હાથ દેખાતા અમે ડાયાને બોલાવી વાત કરતાં તે મુંજાઇ ગયેલ અને ગેંગે ફેંફે કરવા લાગતા અમે પોલીસ અને આગેવાનોને બોલાવતાં સમગ્ર ઘટના બહાર આવી હતી એમ મૃતદેહને પ્રથમ જોનાર લખમણભાઇ રામભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું

પિતાની હત્યા કરાઇ છે : પુત્ર

મારા પિતાની વીજકરંટથી હત્યા નિપજાવવામાં આવી છે અને હત્યાનો આરોપ પોતાના પર ન આવે એ માટે ડાયાએ મારા પિતાનાં ચપ્પલ અને ટુવાલ બીજાની વાડીએ મુકી આવ્યો હોય એમ મૃતકનાં પુત્ર સંજયભાઇએ કહયું હતું.

હત્યાની કલમ લગાવો તોજ મૃતદેહ સ્વીકારીશું : પરિવાર

આ બનાવ હત્યાનો હોય ફરિયાદમાં હત્યાની કલમ નહીં લગાવવામાં આવે તો અમો મૃતદેહ સ્વીકારીશું નહીં એમ પરિવારજનોએ આક્રોશ સાથે પોલીસને જણાવેલ. બાદમાં અધિકારીઓએ આશ્વાસન આપી પીએમ રીપોર્ટમાં હત્યાનો ઉલ્લેખ હશે તો એ કલમ ઉમેરી આરોપીને સખત સજા થાય એમ કહેતા મામલો થાળે પડયો હતો.

માટીનો ઢગલો હોઇ તપાસ કરતાં લાશ દેખાઇ

મારી ભૂલ થઇ ગઇ: ડાયો

વન્ય પ્રાણીઓનો ત્રાસ હોય માટે વાડીમાં વીજ કરંટ મુકેલ અને સવારમાં બાબુભાઇ આવી જતાં એમને ઇલે.શોર્ટ લાગ્યો પણ મેં એમને દાટી દીધા એ મારી ભુલ છે. હવે શું કરવું એવો અફસોસ ડાયો વ્યકત કરી રહયો હતો.

વીજ કરંટથી કે દાટી દેવાથી મોત થયું એ તપાસનો વિષય

ડાયાએ પોતાનું પાપ છુપાવવા 160 સે.મી. પહોળો અને 50 સે.મી. ઉંડો ખાડો ખોદી તેમાં બાબુભાઇનાં મૃતદેહને દાટી દીધો હતો. અંતે ડે.કલેકટરની હાજરીમાં 24 કલાક બાદ મૃતદેહને બહાર કઢાયો હતો. તસ્વીર- જયેશ ગોંધીયા

બાબુભાઇને વીજ કરંટ લાગવાથી કે પછી દાટી દેવાથી મોત થયું એ તપાસનો વિષય છે. આ મોતનું રહસ્ય સૌ કોઇ માટે ચોંકાવનારૂં બન્યું છે. જો વીજ કરંટ લાગ્યા બાદ તેમને સારવાર માટે લઇ જવાયાં હોત તો કદાચ તેમની જીંદગી બચાવી શકાય હોત. આમ આ બનાવ પોલીસ માટે પણ ગંભીર બન્યો છે.

ગેરકાયદે વીજ કરંટ મામલે પીજીવીસીએલ તપાસ કરે

નાઘેરમાં ખેડુતો, વાડી માલીકો વન્યપ્રાણીઓનાં ત્રાસથી પાકને બચાવવા વાડી ફરતે ઇલેકટ્રીક કરંટ મુકતા હોય છે અને ડાયરેકટ ટીસીમાંથી પાવર લેતા હોવાની ચર્ચાઓ સાંભળવા મળે છે ત્યારે પીજીવીસીએલે આ બાબતે તપાસ કરવી જોઇએ.

Una - ગ્રામજનોને ગંધ આવી જતાં ભાંડો ફૂટયો, પોલીસે ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો
Una - ગ્રામજનોને ગંધ આવી જતાં ભાંડો ફૂટયો, પોલીસે ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો
Una - ગ્રામજનોને ગંધ આવી જતાં ભાંડો ફૂટયો, પોલીસે ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો
Una - ગ્રામજનોને ગંધ આવી જતાં ભાંડો ફૂટયો, પોલીસે ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો
X
Una - ગ્રામજનોને ગંધ આવી જતાં ભાંડો ફૂટયો, પોલીસે ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો
Una - ગ્રામજનોને ગંધ આવી જતાં ભાંડો ફૂટયો, પોલીસે ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો
Una - ગ્રામજનોને ગંધ આવી જતાં ભાંડો ફૂટયો, પોલીસે ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો
Una - ગ્રામજનોને ગંધ આવી જતાં ભાંડો ફૂટયો, પોલીસે ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો
Una - ગ્રામજનોને ગંધ આવી જતાં ભાંડો ફૂટયો, પોલીસે ડે.કલેકટરની હાજરીમાં મૃતદેહને બહાર કાઢ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App