Home » Saurashtra » Somnath » Una » Una - કોબ ગામે ઝીંગા ઉછેર કેન્દ્રને નુકસાન કરવાનાં પ્રયાસ સામે પોલીસમાં રાવ

કોબ ગામે ઝીંગા ઉછેર કેન્દ્રને નુકસાન કરવાનાં પ્રયાસ સામે પોલીસમાં રાવ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:36 AM

તાલુકા પંચાયત સદસ્ય લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે : આક્ષેપ શુક્રવારે ગામ લોકો ધોકા લઇ કેન્દ્ર પર ધસી ગયા...

  • Una - કોબ ગામે ઝીંગા ઉછેર કેન્દ્રને નુકસાન કરવાનાં પ્રયાસ સામે પોલીસમાં રાવ
    ઊના પંથકનાં કોબ ગામે ઝીંગા ઉછેર કેન્દ્ર ગેરકાયદેસર હોવાનું જણાવી ગામમાં પુર્વ તા.પં. સભ્ય સહિતનાં લોકોને ગેરમાર્ગે દોરી કેન્દ્રનાં પાળા તેમજ બીયારણને નુકસાન કરવા પ્રયાસો કરી રહયાં હોવાનું રાવ ફાર્મ માલિક જયમાલભાઇ બાંભણીયાએ કરી છે. અને મેઘા અરજણ પામક, પાંચા હીરા ભાલીયા વિરૂધ્ધ પોલીસમાં અરજી પણ આપી છે. જેમાં જણાવ્યાં અનુસાર પોતાનાં કાકા અને પિતાની માલિકીની જમીન છે અને પોતે બેરોજગાર હોવાથી તેમજ જમીનમાં કૃષિ ઉત્પાદન થઇ શકે તેમ ન હોવાથી તેમણે 400 મિટર દુર પોતાની જમીનમાં ઝીંગા ઉછેર કેન્દ્ર શરૂ કર્યુ છે અને સરકારી ટેન્ડરમાં ટ્રેનીંગ મેળવી છે અને ગુજરાત સરકારમાં મુખ્ય પ્રોજેકટ હેઠળ હોસ્પિટલ એકવા કલ્ચર ઓથોરેટીનો કોઇપણ પ્રતિબંધ પણ નથી. પરંતુ અમુક લોકો કિન્નાખોરી રાખી લોકોને ગેરમાર્ગે દોરી રહયાં છે. આ અંગેની મેટર પણ કોર્ટમાં ચાલી રહી છે.

    બંને પક્ષે કાયદેસર - ગેરકાયદેસરનાં દાવા

    ઝીંગા ઉછેર કેન્દ્રનાં માલીક જેમલભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું કે, પોતાનાં બાપદાદાની જમીનમાં પ્રમાણપત્ર મેળવી આ કેન્દ્ર શરૂ કર્યુ છે. જયારે સામાપક્ષે મેઘા અરજણ પામક અને ગામ લોકો આ કેન્દ્રથી નુકસાન થતું હોવાનાં મુદ્દે બચાવ સમિતી બનાવી લડત કરી રહયાં છે અને બંને પક્ષનાં દાવા વચ્ચે આ મેટર કોર્ટમાં ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઝીંગા ઉછેર કેન્દ્ર બંધ કરાવવા લોકોએ 24 કલાકની મુદત આપી હતી. છતાં તંત્રએ કોઇ કામગીરી ન કરતાં લોકોએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ