Home » Saurashtra » Somnath » Una » Una - 55 ગામડાઓ ધરાવતી ગીરગઢડા તાલુકા પંચાયતમાં 43 કર્મી સામે માત્ર 6 જ હાજર

55 ગામડાઓ ધરાવતી ગીરગઢડા તાલુકા પંચાયતમાં 43 કર્મી સામે માત્ર 6 જ હાજર

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:36 AM

કરોડો રૂપિયાના ખર્ચે લોકોના પ્રશ્નોનાં ઉકેલ માટે ભવન તો બનાવાયું છતાં હાલાકી

  • Una - 55 ગામડાઓ ધરાવતી ગીરગઢડા તાલુકા પંચાયતમાં 43 કર્મી સામે માત્ર 6 જ હાજર
    નવનિમાર્ણ ગીરગઢડા તાલુકાની રચના કરાયા બાદ ઉના તાલુકામાંથી 55 ગામોને ગીરગઢડા તાલુકા સાથે જોડી દીધા બાદ આ ગામને નજીક પડતી તાલુકા પંચાયતની નવી કચેરી બન્યા બાદ કરોડો રૂપિયાના ખર્ચે કચેરીનુ બિલ્ડીંગ બનાવી અલગ અલગ ડીપાર્ટ મેન્ટ ઉભા કરી આ કચેરીની જરૂરીયાત મુજબ દરેક વિભાગનો કુલ 43 કર્મચારીની જરૂરીયાતનો મહેકમ ઉભુ કરાયેલ. જેમાં તાલુકા વિકાસ અધિકારી સહિત પંચાયત કામગીરી માટે 14 કર્મચારી ગામ વિકાસ એજન્સી વિભાગમાં 7 કર્મચારી મિશન મંગલ વિભાગમાં 6 કર્મચારી મનરેગા યોજના હેઠળ 4 કર્મચારી તેમજ મહિલા શસક્તિ કરણમાં બે 2 મહિલા કર્મચારી ખેતીવાડી શાખામાં 6 કર્મચારી સહીત પટ્ટાવાળા અને અન્ય સફાઇ કામદાર સહીત કુલ 43 કર્મચારીની નિમણૂકનુ મહેકમ નક્કી કરાયેલ હોય પરંતુ તાલુકા પંચાયતની આ નવી બનેલ કચેરીમાં 55 ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના સરકારી કામ અર્થે નિયમીત અવર જવર દૂર દૂરના ગામોમાંથી આવતા હોય પરંતુ આ કચેરીમાં માત્ર 5 થી 6 કર્મચારી જ હાજર જોવા મળતા હતા. અને આ અન્ય કર્મચારી ક્યા છે અને ક્યા ગયા તેનો કોઇ ખ્યાલજ ન હતો. તેના કારણે લોકોના કામો અટવાયેલા રહે છે.

    લોકોને ધક્કા ખાવા પડે છે. સમયસર કોઇ કામ થતુ ન હોવાથી પંચાયત કચેરી શોભાના ગાઠીયા સમાન બની રહી છે. મહેકમ મુજબના જવાબદાર કર્મચારી ઉપરોક્ત શાખાઓમાં ભાગ્યેજ જોવા મળે છે.

    મોટા ભાગે કચેરી કર્મચારી વગર ખાલી ખમ રહેતી હોય લોકો આ કચેરીમાં આવતા અરજદારો હેરાન પરેશાન થઇ રહ્યા છે.

    સ્ટાફ ગેરહાજરની સમસ્યા રોજબરોજની છે

    43ના સ્ટાફનું મહેકમ છે પરંતુ સ્ટાફની ગેરહાજરી જ જોવા મળે છે આ સમસ્યા રોજબરોજની દેખાય આવે છે. તા.પં.માં અરજદારો સ્ટાફ ન હોવાને કારણે આટાફેરા કરતા હોય છે. અંતે કંટાળી સત્તાધિસોને સ્ટાફ ન હોવાની વ્યથા સંભળાવતા હોય ત્યારે ચૂંટાયેલા સત્તાધિસો પણ ઓફીસમાં સ્ટાફની શોધખોળ કરતા હોય અંતે કામ લઇને આવેલ અરજદારને એવું કહે અમે શુ કરી શકીએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ