તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • Una જશાધાર જામવાળા રેન્જ સેન્ટરમાં સાવજોને વેક્સિન આપવાનું શરૂ થયું

જશાધાર-જામવાળા રેન્જ સેન્ટરમાં સાવજોને વેક્સિન આપવાનું શરૂ થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિર જંગલમાં 23 સિંહનાં મોત પછી આ ઘટનાક્રમને અટકાવવા જામવાળા અને જશાધાર એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. સિંહોને અમેરીકાથી મંગાવેલી વેક્સિન આપવાની કામગિરીનો પ્રારંભ તબીબો દ્વારા શરૂ કરાયો છે.

ગિરની દલખાણીયા રેન્જનાં 23 સિંહોનાં મોત બાદ ઇન્ફેક્શન લાગ્યું હોય એવા સિંહોની તંદુરસ્તી પ્રથમ દ્રષ્ટિએજ કથળેલી જોવા મળતાં આ વાઇરસને અટકાવવા અમેરીકાથી રસી મંગાવાઇ હતી. આ રસી ગઇકાલે આવી પહોંચતાં તંત્ર દ્વારા કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસના ચેપમાંથી સિંહને ઉગારવા માટે અસરગ્રસ્ત સિંહને પ્રારંભીક ડોઝ આપવાની શરૂઆત કરી દેવાઇ છે. સિંહની રોગપ્રતિકારક શક્તિને વધારવા વેટરનરી ડોક્ટરોની ટીમ જામવાળા પહોંચી ગઇ છે. અને રસીકરણની કામગીરી શરૂ કરી છે. વાઇરસની દહેશતનાં કારણે 31 સિંહોને દલખાણીયાથી રેસ્ક્યુ કરી જામવાળા એનીમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. જ્યારે 5 સિંહોને એનિમલ કરે સેન્ટર જશાધારમાં રખાયા છે. આ સિંહોના મોતની તપાસમાં કેટલાક સિંહ કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસનો ભોગ બનેલા હતા. જેમાં 13 માદા, 13 સિંહબાળ, 5 નર એમ 31 કુલ સિંહોને એક અઠવાડીયાથી જામવાળા ખાતે રખાયા હતા. તો સાસણના એનિમલ કેર સેન્ટરમાં ડો. હર્ષ પ્રજાપતિ, ડો. ઇદ્રીશ પટેલ, ડો. સોલંકી તેમજ અગાઉ સક્કર બાગ ઝૂમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ડો. ભુવાની સેવા લેવામાં આવી રહી છે. આ ઉપરાંતી બરેલી અને દિલ્હીનાં ડોક્ટરો પણ સતત ગીરની મુલાકાત લઇ ગયા છે. તેઓના માર્ગદર્શન હેઠળ જામવાળા એનિમલ કેર સેન્ટરમાં વિદેશથી આવેલી વેક્સિન તબીબીઓ દ્વારા સિંહોને આપવાની કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે.

સિંહો માટે વધુ 500 રસી મંગાવાશે : ચર્ચા
સિંહોને કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસથી બચાવવા માટે આવી પહોંચેલી રસી સિંહોને આપવાનું શરૂ કરાયું છે હજુ વધુ 500 રસીઓ પણ મંગાવવામાં આવી હોવાની ચર્ચાઓ પણ ઉઠી છે. જોકે, આ અંગે અધિકારીઓએ મૌન જ સેવ્યું હતું. તસ્વીર:જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...