ગીરગઢડાનાં 9 ગામમાં મુંડાએ મગફળી પાકનો નાશ કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતો થયાં બેહાલ, ખેતરમાં કરેલી કાળી મહેનત પર પાણી ફર્યુ

ગીરગઢડાતાલુકામાં ખેડૂતોને મગફળીના વાવેતરમાં મુંડા નામનો જીવડાનો ઉપદ્રવ આવી જતા પાકનું ભારે નુકશાન થઇ રહ્યુ છે.પાકમાં મુંડા નામના જીવડાઓ ખેડૂતોના માંડવી અને કપાસના પાકને જડમુળમાંથી ખાઇ જતા હોવાના કારણે ખેડૂતોનો ઉભા પાક નિષ્ફળ જઇ રહ્યા હોવાનો ભય ખેડૂતોએ વ્યક્ત કરેલ છે. મુંડાને કારણે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફળી રહ્યુ છે. મુંડાઓ નામની જીવાતથી ખેડૂતો મુંજવણમાં મુકાય ગયા છે. તાલુકાના ગીરગઢડા, જરગલી, દ્રોણ, રસૂલપરા, ફાટસર, ઇટવાયા, ખિલાવડ, ઝુડવડલી, વડવિયાળા સહીત નવ ગામોમાં અંદાજીત ચાર થી પાંચ હજાર એકર જમીનોમાં પાક નિષ્ફળ જવાનો ખેડૂતોમાં ભય પ્રસરી ગયેલ હોય મુંડા નામની જીવાત દિવસેને દિવસે વધતી હોવાથી ખેડૂતોના પાક અને ખાતર ઉપર દિવો થયાનો ઘાટ જોવા મળેલ છે. સારા વરસાદથી ખેડૂતો ખુશાલ બની ગયા હતા જ્યારે પાકમાં મુંડા નામનો રોગ ફાટી નિકળતા ખેડૂતોના મોઢા અને હાથ પર કોડીયો જૂટવાઇ રહ્યો છે. અને ખેડૂતો નિરાસ થઇને બેસી જવાનો વારો આવ્યો હોય તેમ મગફળીના પાકનું થતુ નુકશાન વહેલી તકે વિજ્ઞાનીક ઢબે સરકાર તેના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા તાત્કાલીક ધોરણે ખરાઇ કરી ખેડૂતોને થયેલ નુકશાન અંગે પાક વિમા અધિકારીઓને મોકલીને અંગેની તાત્કાલીક ખરાઇ કરી થયેલ નુકશાન અંગે પાક વિમો ચુકવાય તેવી વ્યવસ્થા કરાવવા ખેડૂતોમાં માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...