• Home
  • Saurashtra
  • Somnath
  • Una
  • Una - સનખડા ગામેથી 4246 દારૂની બોટલ ઝડપાઈ, બે બુટલેગર છૂ

સનખડા ગામેથી 4246 દારૂની બોટલ ઝડપાઈ, બે બુટલેગર છૂ

ઊના પોલીસે રહેણાંક મકાનમાં રેઈડ કરી જથ્થો પકડ્યો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:26 AM
Una - સનખડા ગામેથી 4246 દારૂની બોટલ ઝડપાઈ, બે બુટલેગર છૂ
ઊનાનાં સનખડા ગામે રહેતા નામચીન બે ભાઇઓ યોગેશ કરણા રાઠોડ તેમજ દોલુ કરણા રાઠોડનાં રહેણાંકનાં મકાનમાં વિદેશી દારૂનો વ્યાપક જથ્થો પડ્યો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળતા રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી, ગીર સોમનાથ જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ઊના પીઆઇ બી.એન.ખાંભલા, પીએસઆઇ જે.વી.ચુડાસમા, પો. હે.કો. યુવરાજસિંહ, સહદેવસિંહ સહિતનાં સ્ટાફે આ દારૂનો જથ્થો પકડવા ચક્રો ગતીમાન કર્યા હતાં. મોડી રાત્રીના સમયે બન્ને નામચીન બુટલેગર ભાઇઓને પોલીસ ગામમાં આવ્યાની ગંધ આવી જતાં પોલીસ દારૂના જથ્થા સુધી પહોંચે તે પહેલા નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં.

જ્યારે પોલીસે બુટલેગરનાં મકાનમાંથી જૂદી જૂદી બ્રાંડની વિદેશી દારૂની 180 એમએલની 4246 બોટલ કિંમત રૂ.2,12,300નો જથ્થો કબ્જે કરી બન્ને શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સવાલ ઉઠવા એ પામે છે કે, દીવથી પસાર થતી વખતે ચેકનાકા પર રાઉન્ડ ધ ક્લોક પોલીસની હાજરી હોવા છતાં પણ આટલો વ્યાપક પ્રમાણમાં દારૂનો જથ્થો કેવી રીતે પસાર થઇ સનખડા સુધી પહોંચ્યો ω. ત્યારે ચેકનાકા પર ફરજ બજાવતા પોલીસની ભુમિકા સામે અનેક સવાલો ઉભા થવા પામેલ છે.

દારૂનો જથ્થો ક્યા બારમાંથી આવ્યો..?

દારૂનો જથ્થો ક્યા બારમાંથી ખરીદવામાં આવ્યો હતો. અને દારૂનો જથ્થો દીવથી સનખડા તરફ આવતો હતો એ વખતે ચેકનાકા પર કોણ પોલીસ ફરજ બજાવતાં હતાં તે પણ એક તપાસનો વિષય છે. પીએસઆઇ જે.વી. ચુડાસમાનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, બોટલ ઉપર દમણ બનાવટનો દારૂ હોવાનું જણાઇ આવે છે પરંતું જ્યાં સુધી આરોપી ન પકડાઇ ત્યાં સુધી ખ્યાલ ન આવે કે દારૂ ક્યાંનો દમણનો કે દિવનો છે. તસ્વીર- જયેશ ગોંધીયા

ઊનામાં ફોન પર દારૂની ડિલીવરી

પોલીસ દારૂ બંધી માટે અથાગ પ્રયત્નો કરી રહી છે બીજી તરફ સરકારે પણ દારૂબંધીની અમલવારી માટે કડક કાયદા અમલમાં મુકવામાં આવ્યાં છે. પરંતું ઊના પંથકમાં ઉલ્ટી ગંગા વહેતી હોય તેમ દારૂના ધંધાર્થીઓ ફોન પર ગ્રાહકોને ડિલીવરી આપતા હોવાની વાત પણ જાણવા મળી રહી છે.

X
Una - સનખડા ગામેથી 4246 દારૂની બોટલ ઝડપાઈ, બે બુટલેગર છૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App