તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • શ્રીલંકન ટીમ હાલમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઇ રહી છે

શ્રીલંકન ટીમ હાલમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઇ રહી છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રૂપતબક્કામાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે અને જો તેમાં વિજય મળશે તો ભારતીય ટીમ અંતિમ ચાર ટીમોના તબક્કામાં પ્રવેશશે. શ્રીલંકન ટીમ અગાઉના જેવી નથી અને મહેલા તથા સંગાકારાની નિવૃત્તિ બાદ ટીમ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઇ રહી છે. કાગળ પર શ્રીલંકન ટીમ શક્તિશાળી ભારતની સરખામણીમાં વામણી જણાય છે પરંતુ ક્રિકેટમાં કોઇ પણ ભવિષ્યવાણી કરી શકાતી નથી. શ્રીલંકાની ટીમ પાસે ટેલેન્ટ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે.

ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને આસાનીથી હરાવ્યું હતું. છેલ્લા 10થી 12 વર્ષમાં ભારતે પાકિસ્તાન પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે અને જેમ સમય પસાર થાય છે તેમ ભારતીય ટીમ વધુ શક્તિશાળી બની રહી છે. બર્મિંગહામમાં રવિવારે પાકિસ્તાને કરેલા પ્રદર્શનથી તમામને આશ્ચર્ય થયું છે. પાકિસ્તાની બેટ્સમેનો ભારતીય બોલર્સનો કોઇ મુકાબલો કરી શક્યા નહોતા. પાકિસ્તાન સામેના વિજય બાદ ભારત વધારે રાહત અનુભવતું હશે.

રોહિત અને શિખર ધવને ઓપનિંગ જોડી તરીકે ફરીથી પોતાને સ્થાપિત કર્યા છે. કોહલી પોતાના જૂના ફોર્મમાં આવ્યો છે પરંતુ યુવરાજે મેચમાં મોટો ફરક દર્શાવ્યો હતો. પોતે બેટિંગ લાઇનઅપમાં કેમ મહત્વનો છે તે યુવરાજે પુરવાર કર્યું હતું. ઉપરાંત હાર્દિક પંડ્યા બોલ અને બેટ દ્વારા ઉપયોગી યોગદાન આપી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીના તબક્કે પિચ સ્પિનર્સને મદદરૂપ બની રહી હોવાથી ભારતીય ટીમ મેનેજમેન્ટ શ્રીલંકા સામે બે સ્પિનરને રમાડી શકે છે. (ગેમપ્લાન)

અન્ય સમાચારો પણ છે...