જગત જમાદારની મુસ્લિમવિરોધી નીતિઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ર્જ ઓરવેલે એક બહુ સરસ કડવી શિખામણ આપેલી કે: ‘જરૂર, જરૂર સારા માનવે આલ્કોહોલ, વધુ પડતું સેક્સ તમાકુ વગેરે ચીજોથી દુર રહેવુ જોઈએ પણ સાથે સાથે માણસે તેના ઉપર સંતપણું ઠોક બેસાડાય તેનાથી દૂર રહેવું જોઈએ.’

આપણા દેશમાં સાબરમતિના સંતનું બિરુદ મળ્યુ છતાં દેશના રાજકારણમાં સંત ભાગ લેતા. પાકિસ્તાનને લોન અપાવવા ઉપવાસ પર ઉતરેલા અને સત્યના પ્રયોગો પણ કર્યા હતા. બીજી તરફ, આજે 21મી સદીના અમેરિકન ‘સંત’ જેને શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું છે તે શાંતિના દૂત તરીકે 2009માં અમેરિકાના તત્કાલિન પ્રમુખ બરાક ઓબામાને શાંતિના દૂત તરીકેનું ઈનામ મળ્યું હતું.

જોકે, ઓબામાની નીતિઓને તર્કહીન પણ ગણાવાઈ હતી, કારણ કે તેઓ મુસ્લિમોના દોસ્ત હોવાનુઁં પણ કહેવાયું હતું અને તેમના સત્તાકાળમાં ત્રાસવાદીઓને નાબૂદ કરવાના નામે માનવરહિત ડ્રોન્સ વાપરીને જે ખુલ્લી કતલ ચલાવી હતી, તે જોતા તેમને શાંતિના દૂત કહી શકાય કે કેમ? તે પ્રશ્ન છે. પ્રશ્ન હું નથી પૂછતો, પણ અમેરિકાની ‘ન્યૂ અમેરિકન ફાઉન્ડેશન’ નામની શાંતિ સંસ્થા, અમેરિકાના તત્કાલિન એટર્ની જનરલ એરિક હોલ્ડર તેમજ બ્રુકિંગ્ઝ ઈન્સ્ટિટ્યુટના ડૉ. ડેનિયલ બેયમેને પૂછ્યા હતા. સાથે તેમણે નક્કર આંકડા આપ્યા હતા.

ઓબામાના પ્રમુખકાળમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં ત્રાસવાદીઓને મારવા ડ્રોન દ્વારા કાતિલ હુમલા થયા હતા. તેમાં અનેક નિર્દોષ નાગરિકો અને બાળકો પણ મરાયા હતા. પેશાવર હાઈ કોર્ટમાં પાકિસ્તાન સરકારે ડ્રોન સ્ટ્રાઇકના આંકડા આપ્યા હતા. 2013ના જૂનમાં પાકિસ્તાની સરકારે કહ્યા મુજબ અગાઉનાં પાંચ વર્ષમાં 333 ડ્રોન સ્ટ્રાઈક થયા. તેમાં માત્ર 47 મિલિટન્ટ મરાયા હતા, પરંતુ 1500 નિર્દોષ નાગરિકો પણ મરાયા હતા. તો સત્તાવાર આંકડો હતો, પણ જંગલમાં, રણમાં અને વેરાન પ્રદેશના ઝૂંપડામાં રહેતા બીજા હજારો નાગરિકો ડ્રોન હુમલામાં મરાયા હશે. પણ વાતની ઉપર કોઈ ધ્યાન દેતું નથી કે અનેક સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો ડ્રોન હુમલાથી મર્યા નહીં, પણ કાયમ માટે અપંગ થયાં છે.

ડ્રોન સ્ટ્રાઈક ભલે પ્રમુખ જ્યોર્જ બુશે શરૂ કરી હતી, પણ તેઓ પ્રમુખ રહ્યા, ત્યાં સુધીમાં ફક્ત બાવન ડ્રોન સ્ટ્રાઈક થયેલા, પરંતુ ઓબામાએ તો હદ કરી નાખી. આમાં પાકિસ્તાન સરકાર પણ ગુનેગાર હતી. બહારથી દેખાડો કરવા અને પાકિસ્તાની પ્રજાની આંખમાં ધૂળ નાખવા ડ્રોન હુમલાને ધિક્કારતી રહી, પણ અંદર ખાનેથી પોતાનું એરફિલ્ડ ડ્રોન હુમલા માટે વાપરવા દે છે. એટલું નહીં પણ ડ્રોન હુમલા માટે ઈન્ટેલિજન્સ રિપોર્ટ પણ સીઆઈએને પૂરા પાડ્યા હતા.

ઓબામાએ તો હદ કરી નાખી. તે સત્તા ઉપર આવ્યા પછી ડ્રોન સ્ટ્રાઈક શરૂ કરી, ત્યારે તેના પોતાના દેશના શાંતિચાહકો અને પાકિસ્તાનના શાંતિચાહકો ત્યાં ડ્રોન હુમલામાં ઘવાયેલાની સારવાર કરવા ગયેલા અને ઘાયલ બાળકોની સેવા કરવા ગયેલા, તેમાંના ઘણા ડ્રોન્સથી મરાયા હતા. અરે એક કિસ્સામાં તો મૈયતમાં ગયેલા 20 લોકો પર પણ ડ્રોનનો હુમલો થયેલો તેમ બ્રૂકિંગ ઈન્સ્ટિટ્યુશન કહે છે.

અમેરિકાના કૉંગ્રેસમેન ડેનિસ કુસીનીચે કહ્યું હતું કે ડ્રોન હુમલા કરીને અમેરિકાએ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો છે. જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીના પ્રોફેસર ગેરી ડી. સોલિસના મતે ડ્રોન સ્ટ્રાઈકના ઓપરેટરો સીઆઈએના અફ્સરો હતા, તેમણે ગેરકાનૂની હુમલા ર્ક્યા તે માટે તેના ઉપર કોર્ટમાં કામ ચલાવવું જોઈએ.

2009માં શાંતિના દૂત બનેલા ઓબામાએ વર્ષે અફઘાનિસ્તાનમાં વધુ 30,000 અમેરિકન સોલ્જરો મોકલ્યા હતા. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી તેમજ ન્યૂયોર્ક યુનિવર્સિટીના સંશોધકોએ બરાક ઓબામાના ડ્રોન હુમલા અંગે કહેલું કે હુમલામાં સંખ્યાબંધ નાગરિકો અને ખાસ તો નિર્દોષ બાળકો હણાયાં હતાં. પાકિસ્તાનની ફાઉન્ડેશન ફોર ફન્ડામેન્ટલ રાઈટ્સે તો ત્યાં સુધી કહ્યું હતું કે ડ્રોન સ્ટ્રાઇકમાં માત્ર 2 ટકા હુમલા મિલિટન્ટો પર થયેલા, પણ મોટા ભાગના નાગરિકો પર થયેલા. બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝ્મ નામની સંસ્થા પાસે નિર્દોષ નાગરિકો મર્યા તેના સાચા આંકડા છે, પણ તે પ્રગટ કરતા નથી.

તા. 5-5-2013ના રોજ લંડનના સનડે ટાઇમ્સે તેના મથાળામાં ઓબામા માટે ‘બ્રુટલ ઓબામા’ શબ્દ વાપર્યો હતો. ન્યૂયોર્કના ટ્વિન ટાવરના હુમલા પછી અમેરિકાએ 168 મુસ્લિમો- આરબોને ત્રાસવાદી ગણીને પકડીને ગ્વાન્ટેનામોની જેલમાં રાખીને ખૂબ ત્રાસ આપેલો. તેમાંથી 86 લોકો સાવ નિર્દોષ હતા. તેમને છોડ્યા પછી પણ ડઝનબંધ નિર્દોષ મુસ્લિમો અમેરિકાની જેલમાં સબડે છે. અમેરિકા ડરે છે કે લોકોને છોડશે અને તેમાંથી એકાદ જણ જો પાછો ત્રાસવાદી હુમલો કરશે, તો? એટલે આવા ડરથી અનેક નિર્દોષ મુસ્લિમોને પકડી રાખ્યા છે.

ઓબામાની વિદાય પછી તેમના સ્થાને વર્ષે સત્તામાં આવનારા ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની મુસ્લિમવિરોધી નીતિઓના કારણે ચર્ચામાં રહે છે. અને જાણે આવી પરંપરાને અનુસરી હોય તેમ સત્તામાં આવ્યા પછી મુસ્લિમોના અમેરિકામાં પ્રવેશ અંગેના અનેક નિયમો ઘડી કાઢવાનું કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...