વાદળિયા હવામાનથી કેરીના પાકને નુકસાનની ભીતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડમાંશિયાળાની ઋતુમાં હવામાન અનુકૂળ રહેતા આંબાવાડીઓમાં કેરીનો પાક સારો થવાની આશા રાખતા ખેડૂતોને શુક્રવારે સર્જાયેલા વાદળિયા હવામાને ચિંતામાં મૂકી દીધાં હતા.વહેલી સવારે આકાશમાં કાળાભમ્મર વાદળો વિહાર કરતા નિકળી આવતા વરસાદની સંભાવના વધી ગઇ હતી.

વલસાડ જિલ્લામાં ચાલૂ વર્ષે 34 હજાર હેકટરમાં ફેલાયેલી આંબાવાડીઓમાં કેરીનો પાક વિકસી રહ્યો છે ત્યારે શુક્રવારે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો.સવારે 6.30 વાગ્યાના અરસામાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઇ ગયું હતું.પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ કાળા વાદળો આવી ચઢતા વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી.

આકાશ વાદળોથી છવાઇ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.આ સાથે પવનની ગતિ પણ વધી જતા ઠંડકમાં વધારો થયો હતો.આ હવામાનના કારણે કેરીનો પાક લેતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતો.શિયાળાની ઋતુના સમયગાળા દરમિયાન આંબાવાડીઓમાં સપ્રમાણ ઠંડીના કારણે મોરવા ખીલી ઉઠ્યા હતા.જેને લઇ આંબાવાડીઓ મોરવાથી લહેરાઇ હતી.જો કે ઊનાળાના પ્રારંભે તેમાં ફેરફાર થતા કેરીના પાક માટે જોખમની સ્થિતિ સર્જાઇ છે.શુક્રવારે વાદળિયા હવામાનથી ખેડૂતોને પાકની સુરક્ષાની ચિંતા સતાવી હતી. જોકે, દર વર્ષે ઉનાળાના આરંભે રીતે વાતાવરણમાં થોડો બદલાવ જોવા મળતો હોય છે. ત્યારે ખેડૂતોને આશા છે કે વાતાવરણ ફરી સાનુકૂળ થઇ જશે.

વલસાડમાં શિયાળાની ઋતુમાં કેરી માટે સાનુકૂળ હવામાન રહ્યા બાદ ઉનાળાના આરંભે મુશ્કેલી સર્જાઇ

ઉમરગામ પંથકમાં ઠેરઠેર માવઠું પડયું

ઉમરગામ તાલુકામાં વહેલી સવારથીજ ઠંડક સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું. ત્યારબાદ બોપોરના સમયે અચાનક ઠંડા પવન સાથે વાદળિયું વાતાવરણ સર્જાયા બાદ વરસાદથી શહેરી વિસ્તારના જાહેર માર્ગો ઉપરના પાણીના ખાબોચિયા ભરાય ગયા હતા અને થોડી ક્ષણ માટે ઠંડક પ્રસરી ગઇ હતી. માવઠાથી ઉમરગામના ખેડૂતો પણ ચંિતત બન્યા છે.

ઉમરગામના માર્ગો પર વરસાદ પડતાં ઉનાળાની જગ્યાએ ચોમાસાનો માહોલ.

^કેરીના પાક માટે વાતાવરણનું સ્વચ્છ હોવું જરૂરી છે.ખાસ કરીને હાફુસ જેવી નાજૂક કેરીના પાક માટે હવામાનનું પરિબળ સાનુકૂળ હોવું જોઇએ.શુક્રવારે વાદળિયું હવામાન સર્જાતા ચિંતા થઇ હતી.કાળા વાદળો આકાશમાં ઘેરાતા વરસાદ પડે તેવું વાતાવરણ હતું,પરંતુ 2 કલાક બાદ વાદળો સાફ થતા હાશકારો થયો હતો.> અશ્વિનપટેલ,ખેડૂત,સરોધી

વાદળો વિખેરાતા હાશકારો થયો

અન્ય સમાચારો પણ છે...