તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10નું ગણિતનું પેપર એકદમ સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પરીક્ષા ખંડ બહાર નીકળતા પોતાના બાળકોને ખુશ-ખુશાલ જોઈ વાલીઓએ પણ પોતાના બાળકોને સારા માર્કસ આવે તેવી આશા વ્યક્ત કરી હતી.

સીબીએસઇ ધો.12 ગણિતનું પેપર એવરેજ

સીબીએસઇધો.12માં સોમવારે ગણિતનું પેપર લેવામાં આવ્યું હતું. ગણિતનું પેપર મોટાભાગે ટેકસ્ટ બુક આધારિત અને સિલેબસ બેઇઝ નીકળતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઇ ગયા હતા. હોશિયાર વિદ્યાર્થીઓ આસાનીથી સ્કોર કરી શકે અને 85 પ્લસ માર્કસ મેળવી શકે તેવું પેપર હતું અને સામાન્ય નબળા વિદ્યાર્થીઓ પણ પાસ થઇ જશે. > મનોજભાઇદુબે, પ્રિન્સિપાલ,દિલ્હી પબ્લિક સ્કૂલ

ધો.-12 (સા.પ્ર.)

ધો.-12 (વિ.પ્ર.)

ધોરણ-10

વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્ને ખુશખુશાલ

એક્સ્પર્ટ ઓપિનિયન

મેથડ મુજબ તૈયારી કરનારને સ્કોર થશે

પેપરનહીં સહેલું અને નહીં અઘરું તે પ્રકારનું હતું. અમુક દાખલામાં વેલ્યુ ચેન્જ કરાતા ગોખણપટ્ટી કરનારા વિદ્યાર્થીઓ મૂંઝાયા હશે, પરંતુ મેથડ મુજબ તૈયારી કરનારા સ્કોર કરી શકશે. ગણિતનું ઓવરઓલ પેપર ટેકસ્ટ બુક આધારિત નીકળ્યું છે. > અનિલભાઇગરાળા, શિક્ષક,એસઓએસ

10માંથી બે MCQ ટ્વિસ્ટેડ

અર્થશાસ્ત્રનુંપેપર ઓવરઓલ સરળ નીકળ્યું હતું. અર્થશાસ્ત્રના 10માંથી 2 એમસીક્યૂ ટ્વિસ્ટેડ પૂછાયા હતા, જ્યારે 8 એમસીક્યૂ અગાઉના પેપરમાંથી પૂછાયા હતા. ઉપરાંત 2, 3 અને 5 ગુણના પ્રશ્નો પણ સ્વાધ્યાય પોથીમાંથી પૂછાયા હતા. > ક્રિસ્ટલસ્કૂલ, શિક્ષિકા,બિજલ કક્કડ

વિદ્યાર્થીઓ સ્કોર કરી શકશે

ગણિતનુંપેપર ટેકસ્ટ બુક આધારિત અને એકદમ સરળ હતું. માત્ર એક એમસીક્યુનો પ્રશ્ન ફેરવી તોળવીને પૂછાયો હતો, જયારે પ્રમેય અને રચના પણ ખૂબ સહેલા નીકળતા વિદ્યાર્થીઓને સારા માર્કસ આવશે. નબળા વિદ્યાર્થીઓ પણ પાસિંગ માર્કસ મેળવશે. > વિજયભાઇમારૂ, શિક્ષક,એ.ઝેડ.કનેરિયા સ્કૂલ

ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર સરળ નીકળ્યું, વિજ્ઞાન પ્રવાહમાં ગણિતના પેપરમાં વેલ્યુ ચેન્જ કરાતા ગોખણપટ્ટી કરનારા મૂંઝાયા

વર્ષે મુખ્ય વિષયોના પેપર સરળ રહેતા પરિણામ વધવાની આશા

એજ્યુકેશન રિપોર્ટર|રાજકોટ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષા ચાલી રહી છે જેમાં ધો.10માં સોમવારે ગણિતનું પેપર એકદમ સરળ નીકળતા વિદ્યાર્થીઓ રાજીના રેડ થઇ ગયા હતા. તેવી રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર સરળ નીકળ્યું હતું, જયારે વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર-4ના ગણિતના પેપરમાં વેલ્યુ ચેન્જ કરાતા ગોખણપટ્ટી કરનારા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા.જો કે, સાયન્સનું ગણિતનું પેપર પણ એવરેજ હતું. જો કે, વખતે ધોરણ-10 અને 12માં અત્યાર સુધી મુખ્ય વિષયોના પેપર સહેલા નીકળતા વર્ષે પરિણામની ટકાવારી ઊંચી જવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લામાં ધો.10માં ગણિતના પેપરમાં 52272 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 51388 હાજર અને 884 ગેરહાજર રહ્યા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રના પેપરમાં 23017 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 22637 હાજર અને 380 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-4માં 5546 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 5473 હાજર અને 70 ગેરહાજર રહ્યા હતા.

ગોંડલમાંપરીક્ષા સચિવ ત્રાટક્યા, બે કોપીકેસ

ગોંડલમાંધો.10ની પરીક્ષામાં બેફામ ચોરી થતી હોવાની ફરિયાદોના પગલે ખુદ પરીક્ષા સચિવ વી.જે.વાણંદ ત્રાટક્યા હતા. ધો.10ની પરીક્ષામાં ગોંડલના સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં એક અને દેરડીકુંભાજીની શેઠ આર.એ.હાઇસ્કૂલમાં એક મળી કુલ બે કોપીકેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો