તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • રાજકોટના સામાકાંઠાના ત્રણ વોર્ડમાં ગુરુવારે પાણીકાપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના સામાકાંઠાના ત્રણ વોર્ડમાં ગુરુવારે પાણીકાપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંઉનાળો શરૂ થતાની સાથે કોઇને કોઇ કારણોસર પાણીકાપ ઝીંકાઇ રહ્યા છે. ગત પખવાડિયે ન્યૂ રાજકોટના અડધા વિસ્તારમાં પાણીકાપ મુકાયો હતો. હવે ગુરુવારે સામાકાંઠાના ત્રણ વોર્ડને તરસ્યા રાખવામાં આવશે. આણંદપર-નવાગામની પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનનું કામ કરવા માટે સપ્લાય બંધ રાખવાનું સત્તાવાર કારણ આપવામાં આવ્યું છે.

રૂડા હેઠળના નવાગામ અને આણંદપર ગામને નર્મદાનું પાણી પહોંચાડવા માટેનું આયોજન છે. તેના માટે ગ્રીનલેન્ડ ચોકડીથી પસાર થતા નર્મદાની મેઇન પાઇપલાઇન સાથે ટેપિંગ એટલે કે, જોડાણ આપવાનું હોવાથી લાઇન બંધ રાખવી પડે તેમ છે. 23મીને ગુરુવારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કામગીરી થવાની હોય ગુરુવારે ગ્રીનલેન્ડ ચોકડી ઝોન આધારિત વોર્ડ નં.4(પાર્ટ), 5(પાર્ટ) અને 6(પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

નોંધનીય છે કે, રાજકોટને પાણી પૂરું પાડતા જળાશયોમાં આજીડેમ તળિયાઝાટક છે. ન્યારી ડેમમાં પણ માત્ર ખાબોચિયું બચ્યું છે. ભાદર ડેમમાંથી થોડું ઘણું પાણી મળે છે. સિવાય મોટાભાગનો આધાર નર્મદા નીર પર છે. નર્મદાના પાણીના સ્ટોરેજના અભાવે આવક થોડી ઘણી પણ ઓછી મળે એટલે બીજા દિવસે કોઇપણ ઝોનમાં પાણીકાપ મૂકવો પડે છે. ઉનાળો શરૂ થતાની સાથે શહેરમાં એક યા બીજી રીતે પાણીના ધાંધિયા શરૂ થઇ ચૂક્યા છે.

હાલ ઉનાળાના પ્રારંભે રાજકોટમાં તાપમાનનો પારો 37 ડિગ્રી પાર કરી ગયો છે ત્યારે ત્રણ વોર્ડમાં પાણીકાપ ઝીંકાતા શહેરીજનોની હાલત કફોડી બનશે.

નવાગામ-આણંદપરને નર્મદામાં આવરી લેવા કામગીરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો