તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળાનું આગમન: રાજકોટ સહિત 9 શહેરમાં આકરો તાપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેવડીસિઝન વચ્ચે રાજ્યમાં ઉનાળાનું આગમન થઈ રહ્યું છે, સોમવારે રાજ્યનાં નવ શહેરમાં ગરમીનો પારો 36 ડિગ્રી પાર કરી હતો, તેમજ મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાન પણ 19થી 23 ડિગ્રી વચ્ચે પહોંચતાં લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 38.8 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે રાજકોટ અને નલિયા 37.6 ડિગ્રી સાથે બીજા નંબરના હોટસિટી રહ્યા હતા. તેમજ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં ઉત્તર-પશ્ચિમી વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા હોવાથી ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે રાજકોટનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી અને લઘુતમ 20.7 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં સવારનાં 11.00 વાગ્યા બાદ લોકોએ ભારે ગરમીનો અહેસાસ કર્યો હતો. તેમજ આગામી એક અઠવાડિયા દરમિયાન રાજકોટનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી દિવસે ગરમી અને મોડી સાંજ બાદ ઠંડકનું વાતાવરણ રહેવાની શક્યતા છે.

રાજ્યમાં પવનની દિશા બદલાઇને ઉત્તર-પૂર્વીય પવનો શરૂ થયાં છે, પણ મોટાભાગનાં શહેરોમાં મહત્તમ તાપમાન 34થી 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19થી 23 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.

ભુજ 38.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો