સ્વતંત્ર નિર્ણય લેતા શીખવે સાચું શિક્ષણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેરણા|શિક્ષણક્ષેત્રે આઠ દાયકાનું કામ અને શાળામાંથી કાઢી મુકાયેલાં બાળકોની સફળતાની વાત

આપણા સમાજમાં સ્કૂલ શા માટે છે? તેનું કામ શું છે? શું શાળાઓનો હેતુ બાળકોને એટલા માટે તૈયાર કરવાનો છે કે તે વ્હાઇટકોલર જૉબ મેળવી શકે? કે પછી દરેક વ્યક્તિમાં આવી ક્ષમતા વિકસાવવાનો છે કે તે સ્વતંત્ર નિર્ણય લઈ શકે, તેના નિર્ણય પર કારણો સહિત તેનો અર્થ સમજાવી શકે, આંકડાઓને સમજી શકે અને તેનું વિશ્લેષણ કરી શકે, બીજાના વિચારોને મહત્ત્વ આપી શકે, તેમના તર્કને સમજીને તેના પર પોતાનો મત વ્યક્ત કરી શકે. આજના સમયમાં શિક્ષા અને તેના હેતુઓ અંગે પ્રશ્નો પર વિચાર કર્યા વિના આગળ વધી શકાય.

વિદ્યાભવને ઉદયપુર જેવા નાના શહેરથી શિક્ષણના ક્ષેત્રે કામ કરવાની યાત્રા શરૂ કરી હતી. અનેક ઉતાર-ચઢાવથી ભરેલી યાત્રા આજે પણ દેશના વિવિધ ભાગોની શાળાઓ અને સમુદાયો સાથે યથાવત્ છે. દરેક સ્કૂલ અને સમુદાયમાં બાળકોને શિક્ષિત કરવાં, તેમના તર્કનું સ્નમાન કરવું, તેમની સાથે સમાનતાનો વ્યવહાર કરવો અને તેમના અધિકારોને સમજવાનો પ્રશ્ન મહત્ત્વનો છે. શાળાઓના તમામ અનુભવો અને કાર્યક્રમોમાં દેખાઈ આવે છે. વિદ્યાભવન સ્કૂલમાં દર વર્ષે સરકારી શાળામાં અભ્યાસ કરનારાં બાળકો માટે ઉનાળાના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે નવાં આવનારા બાળકો એક મહિના સુધી કેમ્પમાં ભાગ લે છે. બાળકો આપણી શિક્ષણ વ્યવસ્થા, શાળાઓ, શિક્ષકો અને સમુદાય વિશે અનેક સવાલો મૂકી જાય છે. વર્ષ પણ કેમ્પના કેટલાક આવા અનુભવ જોવા મળ્યા.

ગીત, સંગીત, નૃત્ય અને નાટકના આનંદના દેકારો કરતા અવાજ ધીમે ધીમે ડૂસકાં બનવા લાગ્યા. ચારે તરફથી રોવાના અવાજ આવવા લાગ્યા. જ્યાં નજર જઈ રહી હતી, શિક્ષકો, વૉલન્ટિયર્સ, છોકરા, છોકરીઓ દરેકની આંખોમાં આંસુ હતાં. આવું પહેલી વખત નથી થયું. છેલ્લાં અનેક વર્ષથી વિદ્યાભવન સ્કૂલમાં ચાલતા ઉનાળુ કેમ્પનો સમારોપ આવો હોય છે. દર વર્ષે કેમ્પ પોતાની સહજતા અને નવાં બાળકોની મૌલિકતાની સાથે પૂરો થાય છે. અલગ અલગ જગ્યાએથી આવતાં ગરીબ બાળકો વિવિધ પ્રકારના સવાલો સાથે પોતાના ગામની સરકારી શાળાઓ તરફ ચાલ્યાં જાય છે. અમે એવી આશા રાખીએ છીએ બાળકો પોતાનો અભ્યાસ ચાલુ રાખશે અને પોતાના શિક્ષકોને સવાલો પૂછતા રહેશે...

વખતના કેમ્પ વખતે પણ બાળકોઅે અનેક સવાલ પૂછ્યા. એક સવાલ એવો હતો કે કોઈએ બાળકોને કહી દીધું કે નાચવા-ગાવાથી શું થશે? તેમણે તો અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. એક રજૂઆત બે છોકરીઓની હતી, જેમના ઘરે લગ્ન હતા. તેમણે પોતાના પરિવારજનોને કહી દીધું કે તેઓ કેમ્પમાંથી નહીં આવે, પરંતુ ઘરના લોકો તેમને ધરાર લેવા આવ્યા હતા. છોકરીઓએ અમને પૂછ્યું કે ઘરે જતાં રોકવા માટે અમે શું કરી શકીશું?

કેમ્પમાં કામ કરનારા વૉલન્ટિયર શિક્ષક છેલ્લી આખી રાતો પોતાના સહાયક શિક્ષકોની સાથે ફતેહસાગર સરોવરના કાંઠે ફરતા રહ્યા અને બીજા દિવસે જતી વખતે ઉદાસ હતા. તેમની ઉદાસીનું કારણ એક બાળક હતો, તે આખો મહિનો તેમની તમામ મહેતન છતાં છેક છેલ્લા અઠવાડિયે થોડું ઘણું બોલતા શીખી શક્યો હતો. બાળકને યાદ કરીને તેઓ કહેતા હતા કે 15 દિવસ કેમ્પના વીતી ગયા છે અને હજી સુધી કંઈ નથી બોલતો. મને નહોતું સમજાતું કે શું કરવું? એક દિવસ વર્ગમાં તેમણે બાળકના ખભે હાથ મૂક્યો, ત્યાં છોકરો ડરી ગયો. ખૂબ પૂછવાથી ખ્યાલ આવ્યો કે તેને એવું લાગ્યું હતું કે શિક્ષક તેને મારશે. છેલ્લા અઠવાડિયા સુધી બાળક થોડું થોડું બોલતો હતો, પરંતુ કેમ્પથી પાછા જતી વખતે અમારા શિક્ષકને એવું લાગતું હતું કે બાળકને શીખવવાનું તેમનું કામ પૂરું નથી થયું.

વિદ્યાભવન સોસાયટીના માધ્યમથી શિક્ષણમાં કામ શરૂ થયાને આઠ દસકાથી વધુ સમય થઈ ગયો, પણ આજે પણ અમારા માટે પ્રશ્ન હજી યથાવત્ છે કે ‘અમારું કામ હજી પૂરું નથી થયું.’ વિદ્યાભવન સ્કૂલમાં એવાં બાળકો પણ આવે છે, જેમની શાળાઓએ તેમને એવું માનીને કાઢી મૂક્યાં હોય છે કે તેઓ શીખી શકે તેમ નથી. અલગ અલગ વિષયો અંગે પણ આવાં બાળકો વિશે તેમની શાળાઓ અને સમુદાયોના ફીડબેક હતા. કોઈ ગણિત નહોતું શીખતું, તો કોઈ અંગ્રેજી, તો કોઈને વાંચતા નહોતું આવડતું. તેમનો પહેરવેશ, તેમની બુદ્ધિ લાયક નથી કે તેઓ અભ્યાસ કરી શકે અને ઊત્તીર્ણ થઈને ઉપરના વર્ગમાં જઈ શકે. આવાં આદિવાસી અને ગરીબ પરિવારમાંથી ગયા વર્ષે આઠમા ધોરણમાં ત્રીસ બાળકોનાં નામ નોંધાયાં હતાં. વિદ્યાભવનમાં ભણનારા અને રહેતાં તમામ બાળકો માત્ર અભ્યાસ નહીં, પરંતુ ગણિત અને અંગ્રેજી શીખ્યાં પણ ખરા અને આઠમું ધોરણ પણ પાસ કર્યું. વિદ્યાભવનના લોકોને થોડી લાગણી, સમાનતા અને બાળકોમાં શીખવાની સમજની સાથે કામ કર્યું, જેનું પરિણામ આવ્યું કે બાળકો શાળાએ જાય છે. છાત્રાલયમાં રહીને બાળકો વિવિધ પ્રકારનાં આયોજનો અને કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લે છે અને પોતાના સવાલો પૂછે છે.

સમાજમાં શિક્ષણની સફળતાનું પ્રમાણ એંશી ટકા, નેવું ટકા અને સો ટકાથી આગળ વધીને અમલદારશાહી, ડૉક્ટર, એન્જિનિયર અને વકીલ બનાવવાનું થઈ ગયું છે. વાસ્તવિક દૃષ્ટિએ વિચારનાર લોકો કોણ છે. જે બાળકો મોટાં થઈને પગરખાં સીવશે, કપડાં સીવશે, પટાવાળા બનશે, માળીકામ કરશે, ખેતીવાડી કરશે, ડ્રાઇવર બનશે, ક્લાર્ક, મેનેજર, અધિકારી બનશે અથવા શિક્ષક બનશે, શું તેમને લાયક અને કુશળ બનાવવાની જવાબદારી સમાજ અને સરકારે લેવાની જરૂર નથી. ઔપચારિક શાળાકીય વ્યવસ્થા કોઈ પણ સમાજ માટે એક અનિવાર્ય મજબૂરી જેવી છે. તે નથી તો સારું છે, પણ તેનો કોઈ વિકલ્પ નથી. માણસનું મગજ વાસ્તવિક દુનિયાની દૃષ્ટિએ શીખવા માટે અનુકૂળ હોય છે, પરંતુ શાળા અમૂર્તમાંથી પાઠ્યપુસ્તકો દ્વારા શીખવવાની પ્રક્રિયાથી શરૂ થાય છે. બાળકો અને શાળાઓ અંગે, તેમને શીખવા અંગે આપણા સમાજની શૈક્ષણિક ચેતના અત્યંત ચિંતાજનક છે. સમાજમાં અનેક પ્રકારની માન્યતાઓ અને વિશ્વાસના લોકોના હૃદય મગજમાં હોય છે, જેઓ બાળપણ અને શીખવાની બાબતને સતત નુકસાન પહોંચાડે છે કે બીજું કંઈ નથી કરી શકતા. સફળતાના જે સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવે છે તેમાં સુધારો કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...