તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં વાવણી શરૂ : ખરીફ ટેકાના ભાવમાં જંગી વધારાની શક્યતા

દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં વાવણી શરૂ : ખરીફ ટેકાના ભાવમાં જંગી વધારાની શક્યતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવામાન ખાતાના ચોમાસાના સારા સંકેત ઉપરાંત એક સપ્તાહ વહેલું ચોમાસું બેસી જવાના કારણે ખરીફ વાવેતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે આગોતરા વાવેતરનો પ્રારંભ થઇ ચૂક્યો છે. રાજ્ય સરકારના અહેવાલ મુજબ ગુજરાતમાં સરેરાશ 80 હજારથી વઘુ હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે. જ્યારે દેશમાં કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ દેશમાં 75 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. જે અગાઉના વર્ષે સમયમાં 65-66 લાખ હેક્ટરમાં હતું. હવામાન ખાતાના અહેવાલ મુજબ દેશમાં 98 ટકા વરસાદની આગાહીના પગલે વાવેતર વિસ્તારમાં વધારો થાય તેવી શક્યતા છે. દેશમાં કપાસનું વાવેતર સૌથી વધુ 13 લાખ હેક્ટરમાં રહ્યું છે.

ખેડૂતોને કઠોળ તથા તેલીબિયાં પાકોમાં પુરતા ભાવ મળ્યા હોવાથી તેના વાવેતર મંદ રહ્યાં છે. ખાસકરીને તુવેર, અડદ તથા મગના વાવેતરનો હજુ પ્રારંભ થયો નથી. કઠોળનું વાવેતર ઘટી શકે તેવું અગ્રણીઓનું કહેવું છે. જોકે આગામી ટુંકાગાળામાં ખરીફ ટેકાના ભાવ જાહેર થનારા છે ત્યારે સરકાર કઠોળના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ બોનસ સાથે રૂા.400 સુધીનો વધારો કરે તેવું અનુમાન છે. જ્યારે તેલીબિયાંના ટેકાના ભાવમાં પણ સારો વધારો કરવામાં આવે તેવું અનુમાન છે. એગ્રી કોમોડિટીમાં આજે પણ ભાવ સપાટી નજીવી રેન્જમાં અથડાઇ ગઇ હતી.

વાવેતર વિસ્તારની સ્થિતિ

પાક 5-6-165-6-17

ડાંગર--500

તુવેર500--

મગફળી550024800

કપાસ1520049400

શાકભાજી9001100

ઘાસચારો20004000

કુલ2410080300

આગોતરા વાવેતરમાં કપાસનો દબદબો રહ્યો છે. કપાસમાં ચાલુ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળ્યા હોવાથી કપાસનું વાવેતર સરેરાશ 10-12 ટકા વધે તેવું અનુમાન છે. ગુજરાતમાં 28-30 લાખ હેક્ટરને આંબી જવા સાથે દેશમાં 120 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થાય તેવું અનુમાન છે.

કપાસના સારા ભાવથી વાવેતર 10 ટકાથી વધુ વધશે

અન્ય સમાચારો પણ છે...