તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • કેશોદમાં પ્રથમ વરસાદેજ આંબા વાડીમાં ગોઠણડુબ પાણી ભરાયા

કેશોદમાં પ્રથમ વરસાદેજ આંબા-વાડીમાં ગોઠણડુબ પાણી ભરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટા માર્ગો મુખ્યમાર્ગોથી ઉંચા કરાતા સર્જાઇ સ્થિતી

કેશોદમાંબપોરે મેઘરાજાની મેઘસવારી આવતા વેપારીઓ-ખેડુતો-શહેરજનોમાં ખુશીની લહેર દોડી ગયેલ હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી. પ્રથમ સામાન્ય વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાવાના બનાવો બન્યા હતા. કેશોદના આંબાવાડી-કાપડબજાર વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાઇ ગયા હતા. વાહનચાલકો પસાર થતાં દરિયા જેવો માહોલ બની ગયો હતો. વેપારીઓની દુકાનોમાં પાણી ઉડવા તથા કાદવ ઉડવાને કારણે રકઝક થવાના બનાવો બન્યા હતા, કેશોદનગરપાલિકા દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા રોડ રસ્તામાં પેટામાર્ગો ઉંચા બનવવામાં આવતા નીચા રાખવામાં આવેલા મુખ્યમાર્ગો પર ઉપરવાસનું વરસાદી પાણી એકઠું થતાં ઠેર-ઠેર જળબંબાકાર થયેલ છે. પાણી ભરાતા નિકાલ કરવા ભુર્ગભ ગટરના ઢાંકણા ખાંલી નાંખવામાં આવતા ગમે ત્યારે ગંભીર અકસ્માત થવાની સંભાવના છે. પ્રથમ વરસાદે બજારમાં ખેડુતો ખરીદી કરવા ઉમટી પડતા ભારે ચહેલ-પહેલ જણાતી હતી.

અન્ય સમાચારો પણ છે...