તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનાનાં માંડવી ચેકપોસ્ટેથી 87 બોટલ દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાના એહમદપુર ચેક પોસ્ટ પાસે પોલીસનુ ચેકીંગ દરમિયાન દીવથી આવતી રીક્ષાને રોકાવી તલાસી કરતા રિક્ષા તેમજ બાઇકમાંથી વિદેશી દારૂની બોટલ સાથે મુદામાલ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

જાવીદ મુર્તુજામીયા બહારૂની (રહે. દેલવાડા) રીક્ષા નં જીજે-23-વાય-3039માં દીવથી આવતો હોય. તે વખતે એહમદપુર માંડવી ચેકપોસ્ટે પોલીસ તપાસ દરમિયાન રીક્ષામાંથી વિદેશી દારૂની બોટલો તેમજ બચુ અલ્લારખાભાઇ રીંદબ્લોચ (રહે. દ્રોણ દેલવાડા ચોકડી) પાસેથી બાઇક નં.જીજે-32-એચ-7280માંથી દારૂની બોટલ કુલ 87 તેમજ રીક્ષા, બાઇક, તેમજ મોબાઇલ સહીત કુલ કિ.રૂ. 1,01,200 નો મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડી પોલીસ પી. જે. વાઢેરે ગુનો નોધી આ દારૂ કોનો છે અને ક્યા લઇ જવાતો હતો તેની તપાસ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...