તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળમાં જિલ્લા કોંગ્રેસે રેલી કાઢી આવેદન આપ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીર-સોમનાથજિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે બુધવારે સવારે જિલ્લા કોંગ્રેસ સમિતી અનુસુચિત જાતિ વિભાગના નેજા હેઠળ દલિત સમાજા આગેવાનો તથા પદાધિકારીઓ સહિતનાએ રેલી રૂપે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી કલેકટરને આવેદન પત્ર પાઠવી ઊના તાલુકાના સમઢીયાળા ગામે ભોગ બનનાર દલિત પરિવારને સરકાર દ્વારા નોકરી આપવામાં આવે અથવા તો કાયમી ભરણ પોષણ થાય તેવી સહાય આપવામાં આવે તેવી માંગણી કરેલ છે.

ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઇ બારડ, કોંગી અનુસુચિત જાતિ વિભાગના મનસુભાઇ ગોહીલ, જયકરભાઇ ચોટાઇ, વલ્લભભાઇ માકતીયા, અમુભાઇ સોલંકી, હીરાભાઇ રામ, મનસુખભાઇ ભજગોતર સહિતના અગ્રણીઓ, કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે એકઠા થયેલ અને ત્યાંથી રેલી નીકળેલ જે રેલી ટાવર ચોકમાં પહોંચેલ જયાં ડો.બાબાસાહેબની પ્રતિમાને હારતોરા આગેવાનો દ્વારા કરવામાં આવેલ હતા. બાદ રેલી અન્ય માર્ગો પર ફરી જિલ્લા કલેકટર કચેરીએ પહોંચેલ જયાં કલેકટરને પાઠવેલ આવેદન પત્રમાં જણાવેલ કે, ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં સમરસતાના નામે દલિતોની પ્રગતિ રૂંધાય તે પ્રકારે ચાલતા ષડયંત્ર સામે દલિતોના હક અને અધિકાર માટે સ્વાધીકાર આંદોલન દ્વારા દલિતોની ન્યાયી માંગણીઓ પ્રત્યે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે મુદાસર આવેદન પત્ર પાઠવેલ હતું.

તેમજ આવેદનપત્રમાં વધુમાં જણાવેલ કે, ઊના તાલુકાના સમઢીયાળા ગામે દલિત અત્યાચારના અપરાધના ષડયંત્ર પાછળનાં મુખ્ય સુત્રધારોને ખુલ્લા પાડીને સજા કરવા તથા સીબીઆઇ દ્વારા તપાસ કરાવી અને થાનગઢ હત્યાકાંડમાં આજદિન સુધી કોઇ નક્કર કાર્યવાહી થયેલ હોય જે અંગે યોગ્ય ન્યાય કરવો, મનરેગા, બીપીએલ, અન્ન સુરક્ષા, જળસાવની યોજના અને શૌચાલય જેવી જન કલ્યાણની યોજનાઓમાં યોગ્ય લાભાર્થીઓ વંચીત રહી જાય છે અને અયોગ્ય લાભાર્થીઓ તેનો લાભ મેળવે છે તે બાબતે પણ કાર્યવાહી કરવા રાજય સરકાર દ્વારા આદેશ કરવાની માંગ કરેલ છે.

દલિત પરિવારને કાયમી ભરણ પોષણ આપવા માંગ. તસવીર- રવિ ખખ્ખર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો