તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય નહીં, અમારે ન્યાય જોઈએ છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
11જુલાઇનાં રોજ ઉના તાલુકાનાં મોટા સમઢિયાળા ગામે દલિત ચમાર પરિવારનાં બાબુભાઇ સરવૈયા પોતાનાં પુત્ર સાથે છકડો રીક્ષામાં ગાયનો મૃતદેહ લાવી અવાવરૂ સ્થળે તેનું ચામડું પાડતા હતા ત્યારે કહેવાતા ગૌરક્ષક અને શિવસેનાનાં લુખ્ખાઓએ તેમને બેફામ માર માર્યો હતો. બાદમાં તેઓને ઉના લાવીને ત્યાં પણ બાંધીને જાહેરમાં માર માર્યો હતો. તેની વિડીયો ક્લિપ વાઇરલ બની હતી. જેને પગલે સમગ્ર સમાજ ખળભળી ઉઠ્યો હતો. બનાવનાં સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. દરમ્યાન બનાવનાં 9 મા દિવસે રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે મોટા સમઢિયાળાની મુલાકાતે આવ્યા હતા. અને પિડીત પરિવાર સાથે દોઢ કલાક ગાળી તેમની આપવિતી જાણી હતી.

ઉનામાં દલિત યુવાનો પર થયેલા અત્યાચારને પગલે આજે રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી રમણભાઇ વોરા, રાજ્ય મંત્રી જશાભાઇ બારડ, સંસદિય સચિવ જેઠાભાઇ સોલંકી, મુખ્ય સચિવ જી. આર. અલોરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, માધાભાઇ બોરીચા, જિ.પં. સભ્ય હરીભાઇ સોલંકી, સહિતનાં પિડીત પરિવારને ઘેર પહોંચ્યા હતા. આખી ઘટનાની વિગતો જાણી અાનંદીબેને દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે તેમણે અત્યાચાર કરનારાઓને કડક સજા થાય અને ત્વરિત ન્યાય મળે માટે સરકારે તમામ પગલાં લીધા હોવાની સાથે હજુ પણ કડક કાર્યવાહી થશે એવી ધરપત આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઘટના અતિ દુ:ખદ અને સભ્ય સમાજ માટે અશોભનિય અને માનવતા વિહીન છે. કૃત્યમાં સંડોવાયેલાઓને બક્ષવામાં નહીં આવે. અને નિયમાનુસાર કડક કાર્યવાહી માટે અધિકારીઓને સુચના આપી છે. બનાવની નિષ્પક્ષ રીતે અને ક્ષતિરહિત રીતે તપાસ થાય માટે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવાનો નિર્ણય કર્યાનું પણ તેમણે જણાવ્યું હતું. આજ સુધી પિડીત પરિવારને કરાયેલી મદદ અંગેની વીગતો પણ તેમણે આપી હતી. પિડીત પરિવારની એક દિકરીએ રડતાં રડતાં કહ્યું હતું કે, અમારે સહાયની જરૂરત નથી. પણ જે રીતે અમારા લાડલાને માર માર્યો છે. રીતેજ તેમને સજા આપી ન્યાય આપો. વખતે આનંદીબેને કહ્યું હતું કે, એના કરતાં વધુ કડક સજા થશે. માટે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી છે.

આનંદીબેનની મુલાકાત વખતે મોટા સમઢિયાળાનાં સરપંચ સામે પણ શંકાની સોય તકાઇ હતી. અને ગામમાં વસતા ગરીબ પરિવારને કોઇ યોજનાનો લાભ મળતો હોવાની વાત સાંભળતાં મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર ડો. અજયકુમાર અને ડીડીઓ કાલરીયાને સુચના આપી હતી કે, 25 દલિત પરિવારો એન અન્ય કોઇપણ સમાજનાં ગરીબ પરિવારો હોય, તેમને સરકારની યોજનાનો લાભ આપી માનભેર જીંદગી જીવી શકે એવી તમામ વ્યવસ્થા સરકારનાં ખર્ચે ઉભી કરી તેમનું ભૌગોલિક જીવન સમૃદ્ધ થાય અને પગભર થઇ શકે માટે કેમ્પ યોજી તેઓને તમામ સુવિધા પ્રાપ્ત કર્યાનું લિસ્ટ બનાવવામાં આવે. અને એક માસમાં આવી તમામ વ્યવસ્થા થાય એવી કામગિરી કરવા આદેશ આપ્યો હતો. આવતા મહિને પોતે ફરી વખત ગામની મુલાકાત લેશે. વખતે તમામ પરિવારોનું જીવન ધોરણ ઉંચું હોવું જોઇએ એવી સુચના પણ તેમણે આપી હતી. આનંદીબેને દલિત પરિવારો સાથે વાત કરતાં દિકરા-દિકરીઓને ફરજીયાત શિક્ષણ અપાવવા તેમજ આરોગ્યની ચકાસણી કરવા અને બીપીએલ તેમજ હેલ્થ કાર્ડ કઢાવવા પર પણ ભાર મૂકી સન્માનભેર જીવવા કહ્યું હતું. ત્યાંથી મુખ્યમંત્રીનો કાફલો દિવ એરપોર્ટ પર જવા રવાના થયો હતો.

અત્રે નોંધનીય છે કે, ઉનાનાં મોટા સમઢીયાળા ગામનાં દલિત યુવાનો પર થયેલા અમાનુશી અત્યાચારનાં પગલે દેશભરમાં ઘેરા પડઘા પડ્યા હતા અને તમામ સ્તરોએ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. જો કે, ભોગ બનેલા અને હાલ સારવાર લઈ રહેલા વ્યક્તિઓને રાજ્યનાં મુખ્યમંત્રીએ રૂબરૂ મુલાકાત લઈ તેઓ સાથે બનેલી બીનાની તેઓનાં મુખેથી સાંભળી હતી.

મોટા સમઢીયાળાની ઘટનાને પગલે સીએમ ઉના દોડી આવ્યા હતા અને ભોગ બનનારની મુલાકાત લઈ તેઓની વાત સાંભળી હતી. તસવીર- જયેશ ગોંધીયા

મોટા સમઢિયાળામાં પિડિત પરિવારની મુલાકાત બાદ મુખ્યમંત્રી ઘટનાસ્થળે નહોતા ગયા. જોકે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પિડીત પરિવારનાં ઘરની સાથે બનાવનાં સ્થળની પણ મુલાકાત લીધી હતી. તેમની સાથે અમદાવાદનાં ધારાસભ્ય શૈલેષભાઇ પરમાર, પરેશભાઇ ધાનાણી, ઉનાનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશ પણ જોડાયા હતા. તેમણે પિડીત પરિવારને એવું આશ્વાસન પણ આપ્યું હતું કે, આવતીકાલે કોંગ્રેસનાં યુવા નેતા રાહુલ ગાંધી આવી રહ્યા છે. તેની સાથે બેસી તમામ બાબતની ચર્ચા વિગતવાર કરશે.

સરપંચનીભૂમિકા પર સવાલો ઉઠ્યા

મુખ્યમંત્રીસમક્ષ પોતાની વેદના ઠાલવતાં પિડીત પરિવારનાં બાબુભાઇ સરવૈયાએ કિસ્સામાં ગામનાં સરપંચની ભૂમિકા શંકાસ્પદ હોવાનું કહી તેમણે મકાનો પાડવા નોટીસ આપી હોવાનું અને બાંધકામ પણ કરવા દેતા હોવાનું જણાવ્યું હતું.

અમારાદિકરા કમાવા જેવા નથી રહ્યા

પિડીતપરિવારની મહિલા કંકુબેન સરવૈયાએ કહ્યું હતું કે, બેન અમારા દિકરા તો કમાવા જેવા રહ્યા નથી. કહી રડી પડ્યા હતા.

પિડીતપરિવારને પોલીસ રક્ષણ અપાશે

પિડીતદલિત પરિવારનાં બાબુભાઇ સરવૈયાએ કહ્યું હતું કે, અમને હજુ ફોનમાં ધમકી અપાય છે. બાબતે કલેક્ટરે કહ્યું હતું કે, આવા નંબરોની ચકાસણી ચાલે છે. એવા લોકોની ધરપકડ કરી લેવાશે. અને પરિવારને રક્ષણ અપાશે.

વાતસાંભળ્યા વિના મારવા લાગ્યા : કરશનભાઇ

બેડીયાગામનાં ખેડૂત કરશનભાઇએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, 2 થી 3 ફોરવ્હીલ તેમજ 8-10 મોટર સાઇકલમાં આવેલા લોકોએ ગુંડાગિરી આચરી કોઇવાત સાંભળ્યા વિનાજ માર મારી ગાળો દીધી હતી. મને પણ માર્યો હતો. તેઓએ હાથ-પગ કાપી નાંખવાની ધમકીઓ પણ દીધી હતી.

મુખ્યમંત્રી બનાવનાં સ્થળે ગયા, ભરતસિંહ સોલંકી ગયા

ઉનાનાં મોટા સમઢિયાળા ગામે મુખયમંત્રીએ પિડીત પરિવાર સાથે દોઢ કલાક ગાળી આપવિતી સાંભળી

એક માસમાં પિડીત પરિવારનું જીવન ધોરણ ઉંચુ લાવો : મુખ્યમંત્રીનો કલેક્ટરને આદેશ

તમારા બાળકોને સભ્યાસ નહીં કરાવો તો ઉપાડી જઇશ : સીએમની હળવી ટકોર

મુખ્યમંત્રીએપોતાનાં હળવા લહેકામાં પિડીત પરિવારને કહ્યું હતું કે, તમે દિકરી-દિકરાને ભણાવો. તમે નહીં ભણાવો તો હું મારી ગાડીમાં ઉઠાવી જઇશ.

અમારીજમીનોનાં કબ્જા નથી અપાયા

પરિવારનાંમોભી બાબુભાઇ સરવૈયાએ જણાવ્યું હતું કે, અમને સાંથણીની જમીન મંજૂર કરાઇ છે. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા હજુ સુધી કબ્જા અપાયા નથી.

હવેગંદકીમાંથી બહાર નિકળો : સીએમ

મુખ્યમંત્રીએકહ્યું હતું કે, ગરીબ પરિવારો શિક્ષણ મેળવી પગભર થવા અન્ય રોજગાર, સરકારી યોજના મેળવી ગંદકીમાંથી બહાર આવે.

સરપંચસીએમને મળ્યા

મોટાસમઢિયાળાનાં સરપંચ પ્રફૂલ કોરાટ સીએમને મળ્યા હતા. એન તેમને આનંદીબેન પટેલે ગરીબોને વિકાસલક્ષી યોજનાનો લાભ આપવા જણાવ્યું હતું. સરપંચે ઘટનામાં ન્યાયની આશા વ્યક્ત કરી હતી.

જયભીમનાં સુત્રોચ્ચાર થયા

જ્યારેમુખ્યમંત્રી પોતાનાં કાફલા સાથે રવાના થયા ત્યારે મોટી સંખ્યામાં દલિત સમાજ ઉમટી પડ્યો હતો. અને જય ભીમ, આંબેડકર બાબા અમર રહો, દલિતો પર અત્યાચાર બંધ કરોનાં સુત્રોચ્ચાર થયા હતા.

કાલેરાહુલ ગાંધી આવશે

રાહુલગાંધી આવતીકાલે સવારે 11 વાગ્યે હવાઇ માર્ગે દિવ આવી પહોંચશે. અને મોટર માર્ગે મોટા સમઢિયાળા જશે. અને પિડીત પરિવારની વેદના સાંભળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો