તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • કાલાવડ રોડ ઉપર મોડીરાત્રે ચક્કાજામ, ઉમિયા ગોવર્ધન ચોક BRTSમાં તોડફોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલાવડ રોડ ઉપર મોડીરાત્રે ચક્કાજામ, ઉમિયા-ગોવર્ધન ચોક BRTSમાં તોડફોડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દલિતઅત્યાચાર મુદ્ે બંધ સંદર્ભે ગુરુવારે દિવસભર રાજકોટમાં છૂટાછવાયા બનાવો અને અજંપાભરી શાંતિ રહ્યા બાદ રાત્રે ફરી વખત માહોલ તંગદિલી ભર્યો બન્યો હતો. કાલાવડ રોડ પર મોડીરાત્રે દલિતોના ટોળાં એકત્ર થતાં ભારેલા અિગ્ન જેવી સ્થિતિ સર્જાઈ હતી. કાલાવડ રોડ પર બે સ્થળે થતાં બેડી પાસે દલિત યુવાનોએ ટાયરો સળગાવી રસ્તો રોકી દેતા પોલીસને દોડધામ મચી ગઈ હતી. કાલાવડ રોડ પર બનેલી ઘટના અંગે પોલીસે સ્થળ પરથી ત્રણ યુવાનોની અટકાયત કરી હતી.

કાલાવડ રોડ પર રાધે હોટેલ પાસે અને ગોવર્ધન ચોક નજીક મોડીરાતે તોફાની યુવાનોએ બીઆરટીએસ બસ સ્ટેન્ડના કાચ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં જંગી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસે સ્થળે મામલો થાળે પાડ્યો ત્યાં કોસ્મોપ્લેક્સ પાસે ટોળાંએ ટાયરો સળગાવ્યા હતા. સળગતા ટાયરોની અગનજ્વાળાઓને કારણે થોડીવારમાં અફવાનું તેજ બન્યું હતું. આટલું અધૂરું હોય તેમ કણકોટના પાટિયા પાસે ટાયરોનો જથ્થો મૂકી યુવાનોએ આગ ચાંપી દીધી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે સત્વરે પહોંચી આગ બૂઝાવી દીધી હતી. બીજી તરફ બેડીના રસ્તે પણ રાત્રે ટોળાં ઉતરી આવ્યા હતા અને ત્યાં પણ ટાયરોનો જથ્થો સળગાવી તોફાનીઓએ શાંતિમાં પલિતો ચાંપવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ સતત દોડતી રહી | રાજકોટમાં બુધવારે મોડીરાત્રે વધુ એકવાર ટોળાં રસ્તા પર ઉતર્યા

મોડીરાતે બીઆરટીએસમાં બે બસ સ્ટેન્ડ પર તોડફોડ કરાઈ હતી. બે યુવાનો હોન્ડા પર આવી પથ્થરો ફેંકી નાસી ગયા હતા.

કણકોટના પાટિયા પાસે બુધવારે મોડી રાત્રે દલિતોએ ટાયરો સળગાવ્યા હતા. જેના પગલે પોલીસ દોડી ગઈ હતી.

ભૂતપૂર્વ ઉડ્ડયનમંત્રી પ્રફૂલ પટેલ આજે ઊના આવશે, રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ

રાજ્યસભાનામેમ્બર અને ભૂતપૂર્વ ઉડ્ડયનમંત્રી પ્રફૂલ પટેલ તથા એનસીપીના નેતા જયંતીભાઇ પટેલ(બોસ્કી) ગુરુવારે સવારે 9 વાગે ઊના આવી રહ્યા છે. ગુરુવારે સવારે 9 કલાકે દીવ એરપોર્ટ પર ઉતર્યા પછી તેનો ઊનાના સમઢિયાળા ગામમાં દલિતો ઉપર થયેલા અમાનુષી અત્યાચારના ભોગ બનેલા દલિત યુવકોને મળશે. અમુક ભોગ બનનાર દલિત યુવકોને રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હોવાથી તેઓ પીડિતોને મળવા રાજકોટ આવશે. ત્યાર બાદ બપોરે 1:00 કલાકે રાજકોટ સર્કિટહાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવાના છે.

આજે રાહુલ ગાંધી ઊના અને રાજકોટ પીડિતોની મુલાકાતે આવશે

કોંગ્રેસનારાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પીડિતોની મુલાકાત માટે ગુરુવારે ઊના આવી રહ્યા છે. ત્યાંથી રાજકોટ આવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પીડિતની ખબર પૂછશે. રાહુલ ગાંધી હવાઇ માર્ગે સવારે 11:30 વાગ્યે દીવ પહોંચશે અને ત્યાંથી ઊના 12:30 વાગ્યે પહોંચશે. ત્યાંથી 2 વાગ્યે રાજકોટ આવીને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દલિત યુવાનોની ખબર પૂછવા આવશે. રાહુલ ગાંધીના આગમનને લઇને અેસપીજીની ટુકડી આગલા દિવસે બુધવારે રાજકોટ આવી પહોંચી હતી.

કણકોટના પાટિયા અને બેડી પાસે પણ ટાયરો સળગાવવામાં આવતા પોલીસને દોડધામ

કોસ્મોપ્લેક્સ પાસે 500થી વધુના દલિતોના ટોળાંએ ટાયરો સળગાવી રસ્તો રોકી દીધો

શાપરમાં પોલીસ ઉપર

પથ્થરમારો, ટિયરગેસના 17

સેલ છોડ્યા, બે પોલીસ ઘવાયા

ગુજરાતબંધના એલાન સંદર્ભે બુધવારે શાપર-વેરાવળમાં નીકળેલા 300થી વધુના ટોળાંએ દુકાનો બંધ કરાવવા હાઇવે પર ચક્કાજામ કર્યા બાદ પોલીસ ઉપર પથ્થરમારો કરતા સ્થિતિ વણસી હતી. બેકાબૂ બનેલા ટોળાંને વિખેરવા પોલીસે ટિયરગેસના 17 સેલ છોડ્યા હતા. પથ્થરમારામાં બે પોલીસમેન ઘવાયા હતા. પીએસઆઈ એ.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસે નામજોગ 60 શખ્સો સહિત કુલ 300ના ટોળાં સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી 25 શખ્સોની ધરપકડ કરી હતી. શાપરમાં 500થી વધુ વ્યક્તિઓનું ટોળું સવારથી દુકાનો બંધ કરાવવા નીકળી પડ્યું હતું. રોડ ઉપર ઉતરી આવેલા ટોળાંએ હાઇવે ઉપર ચક્કાજામ સર્જી દેતાં હાઇવે પર બન્ને તરફ વાહનોની લાંબી કતાર લાગી જતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ટોળાંએ પોલીસ ઉપર ધાણીફૂટ પથ્થમારો કરતાં બે પોલીસમેનને ઇજા થઇ હતી. પથ્થરમારામાં ઘવાયેલા બન્ને પોલીસમેનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસવડા અંતરીપ સુદ પણ સ્થળ પર દોડી ગયા હતા. હાઇવે પર પથ્થરની ચાદર પથરાઇ ગઇ હોવાથી પોલીસ કર્મીઓ સાથે ખુદ જિલ્લા પોલીસવડા રસ્તા પરથી પથ્થરો દૂર કરવાની કામગીરીમાં જોડાઇ ગયા હતા અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો