તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Una
 • નવનિર્મિત ઓડિટોરિયમમાં પ્રારંભ પૂર્વે ટોળાંની તોડફોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવનિર્મિત ઓડિટોરિયમમાં પ્રારંભ પૂર્વે ટોળાંની તોડફોડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાધાનગરમાં પાંચ મકાનમાં બાઇક પર આવેલા દસ શખ્સોઅે સોડાબોટલના ઘા કર્યા

ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

ઊનાનાસમઢિયાળામાં બનેલી ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. ત્રણ દિવસથી રાજકોટ શહેરમાં પણ દલિત સમાજના દેખાવકારો દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે. મંગળવારે રાત્રે વધુ એક બીઆરટીએસ બસ, બે ખાનગી બસ અનેે એક કારના કાચ ફોડી નાખ્યા હતા, તેમજ પાંચ ઘરોમાં સોડાબોટલ ફેંકવામાં આવી હતી. બુધવારે સાંજે સાધુવાસવાણી રોડ પર મનપા દ્વારા તૈયાર કરાયેલું ઓડિટોરિયમ નિશાન બન્યું હતું. ટોળાંએ ઓડિટોરિયમના કાચ ફોડી નાખ્યા હતા.

મંગળવારે રાત્રે 1.30 વાગ્યે માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી રૂટની બીઆરટીએસ બસ લઇને ચાલક મનસુખભાઇ ગોવાણી આંબેડકરનગર બસ સ્ટોપ પાસે પહોંચ્યા હતા ત્યારે ચાર શખ્સો ધસી ગયા હતા અને પથ્થરમારો કરી બસનો કાચ ફોડી નાખી રૂ.20 હજારનું નુકસાન કર્યું હતું. અંગે મનસુખભાઇએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને હજુ બે કલાક વીતી હતી ત્યાં રાધાનગર મેઇન રોડ પર ધમાલ શરૂ થઇ હતી. રાત્રે 12.30 વાગ્યે રાધાનગર વિસ્તારમાં રહેતા લોકો કાચ ફૂટવાના અવાજથી ઘરની બહાર દોડી આવ્યા હતા વખતે પાંચ બાઇકમાં નીકળેલા 10 શખ્સોએ ઘરો પર સોડાબોટલના ઘા કર્યા હતા, તેમજ બે લક્ઝરી બસ અને અેક કારના કાચનો કડૂસલો બોલાવી દીધો હતો. બનાવ અંગે બસ માલિક સુરેશભાઇ સગપરિયાએ ફરિયાદ નોંધાવી હતી.

બુધવારે ગુજરાત બંધનું એલાન હતું, પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો, આમ છતાં બાઇકસવારો જુદા-જુદા વિસ્તારોમાં જઇ હાકલા-પડકારા કરતા હતા. પોલીસ પહોંચે તે પહેલા દેખાવકારો નાસી જતા હતા. બુધવારે સાંજે સાધુવાસવાણી રોડ પર બાઇકમાં નીકળેલા શખ્સોએ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા નવા ઓડિટોરિયમને નિશાન બનાવ્યું હતું અને ઓડિટોરિયમ પર પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ ટુકડી પહોંચી હતી, પરંતુ ધમાલ કરનારાઓ નાસી ગયા હતા. ઓડિટોરિયમનું ઉદ્દઘાટન થાય તે પહેલા તેમાં તોડફોડ થઇ હતી.

રાજકોટમાં પથ્થરમારો ત્રણ બસ, કારના કાચ ફોડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો