તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં દલિતોના બંધને િમશ્ર પ્રતિસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંશિક અસર

આક્રોશિત દલિતોના બંધની


ઊનાદલિત અત્યાચારકાંડના વિરોધમાં અપાયેલા બંધના એલાનને રાજકોટમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં દલિતોના ટોળાંએ દુકાન બંધ કરાવી હતી, ઘણા વિસ્તારોમાં દુકાનો ફરી ખુલી ગઇ હતી. મુખ્યમંત્રી પણ બુધવારે રાજકોટમાં સારવાર લઇ રહેલા દલિતોની ખબર પૂછવા આવવાના હોવાથી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જોકે, રાજકોટમાં બંધની અસર જોવા મળી હતી. સોનીબજાર, મુખ્ય બજારો, યાર્ડ, સિનેમાઘર અને શાળા-કોલેજમાં બંધની અસર જોવા મળી હતી. બી.આર.ટી.એસ. સોફ્ટ ટાર્ગેટ હોવાથી બીઆરટીએસ રૂટ રદ કરવામાં આવ્યા હતા, તેમજ સિટીબસના પણ સંવેદનશીલ વિસ્તાર અને લાંબા રૂટ રદ કરવામાં આવ્યા હતા. બપોર પછી અમુક વિસ્તારમાં ટોળાં દુકાનો બંધ કરાવવા નીકળતા વેપારીઓએ ટપોપટ દુકાનો બંધ કરી દીધી હતી. બંધના એલાન દરમિયાન અનિચ્છનીય બનાવ બને માટે સંવેદનશીલ વિસ્તારો સહિત શહેરભરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ રાખવામાં આવ્યું હતું. બંદોબસ્ત માટે એસઆરપીની 3 કંપનીની મદદ લેવામાં આવી હતી.

ગુજરાત બંધનું એલાન હોવાથી પોલીસ દ્વારા મંગળવાર રાતથી સશસ્ત્ર જવાનોનો બંદોબસ્ત અને સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. બુધવારે સવારે ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, દાણાપીઠ, સોનીબજાર, ગુંદાવાડી, યાજ્ઞિક રોડ, સામાકાંઠા વિસ્તાર, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયારોડ, ગોંડલ રોડ, કોઠારિયા રોડ, કુવાડવા રોડ સહિતની મુખ્ય બજારો ખૂલી ગઇ હતી. યાર્ડ અને સરકારી કચેરીઓ પણ બંધની અસરથી મુક્ત રહી હતી. 5-7 શાળાને બાદ કરતા તમામ શાળા-કોલેજમાં શૈક્ષણિક કાર્યવાહી ચાલુ ઼હતી.

બપોરે 12 વાગ્યા પછી યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ, એસ્ટ્રોન ચોક, અમીન માર્ગ સહિતના અમુક વિસ્તારમાં ટોળાં દુકાનો બંધ કરાવવા નીકળતા પોલીસ પણ ટોળાંની પાછળ હતી. જોકે, ટોળાંને જોઇને વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી. જે દુકાનો પણ એક કલાક પછી ખૂલી ગઇ હતી. અમુક વિસ્તારોમાં ટોળાં એકઠા થતા હોવાની માહિતી મળતા પોલીસ સતત દોડતી રહી હતી. બુધવારે બપોરે સાધુવાસવાણી રોડ પર નવા બનેલા ઓડિટોરિયમ ઉપર ટોળાંએ પથ્થરમારો કરીને કાચ ફોડવાની ઘટના સિવાય એકંદરે શાંતિ રહી હતી. પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બુધવારે રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દલિત યુવકોની ખબર પૂછવા આવવાના હોવાથી હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. મુખ્યમંત્રીના આગમન પૂર્વે મરેલા ઢોર સાથે વિરોધ કરવા નીકળેલા યુવકોને પોલીસે મોચીબજાર નજીકથી અટકાયતમાં લઇ લીધા હતા. ત્રિકોણબાગ અને જ્યુબિલી નજીકથી પણ વિરોધ કરવા નીકળેલા યુવકોની અટકાયત કરવામાં આાવી હતી. પોલીસે કુલ 61 વ્યક્તિને ડિટેન કરી ઘંટેશ્વર એસઆરપી કેમ્પ ખાતે રાખ્યા હતા. મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂરો થયા પછી તમામને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીના આગમન પૂર્વે મૃત પશુ સાથે વિરોધ કરવા નીકળેલા 61 દલિત યુવાનોની પોલીસે અટકાયત કરી

મુખ્યમંત્રીનું આગમન અને બંધનું એલાન, પોલીસ ખડેપગે

દલિતસમાજે બુધવારે ગુજરાત બંધના આપેલા એલાન વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અત્યાચારનો ભોગ બનેલા ઊનાના દલિત યુવાનોની ખબર-અંતર પૂછવા રાજકોટ આવ્યા હતા. જેના પગલે શહેરમાં પોલીસ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને દિવસભર પોલીસ ખડેપગે રહી હતી.

સિટીબસના તમામ 57 રૂટ બપોરથી રાત સુધી બંધ કરાયા

રાજકોટમાંબંધના પગલે તોડફોડની ઘટના બનતા લોકોનું ટોળું સિટી બસને નિશાન બનાવે તેવી ભીતિ વચ્ચે મનપાએ બુધવારે બપોર પછી રાત સુધી તમામ 57 રૂટ પર સિટીબસ સેવા બંધ કરી દીધી હતી. એક દિવસમાં મનપાને રૂ.1.15 લખથી વધુની નુકસાની થઇ છે. સિટી બસ બંધ રહેતા લોકોએ હાલાકીનો સામનો કર્યો હતો.

બીઆરટીએસની તમામ બસ આખો દિવસ બંધ રખાઇ

ગુજરાતબંધના એલાનના પગલે બુધવારે સવારથી બીઆરટીએસની એક પણ બસ ડેપોમાંથી બહાર કાઢવામાં આવી હતી. દિવસ આખો બીઆરટીએસ બસ સેવા ઠપ રહી હતી. જેના પગલે બીઆરટીએસ સેવાનો લાભ લેતા 15 થી 17 હજાર શહેરીજનો રઝળી પડ્યા હતા અને રિક્ષાચાલકોએ રીતસરની લૂંટ ચલાવી હતી.

ઊનામાં દલિત યુવાનો પર થયેલા અત્યાચારની ઘટના બાદ દલિત સમાજે બુધવારે ગુજરાત બંધના એલાનને રાજકોટ શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. શહેરની મુખ્ય બજારો ઉપરાંત મવડી વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ સહિતની બજારો દિવસભર ધમધમતી રહી હતી.

સબક |રેલી દરમિયાન બંધ કરાવવા બળજબરી દાખવનારા યુવાનોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.

દાદાગીરી |બંધના એલાનને સમર્થન નહીં આપનારા દુકાનદારો સાથે દાદાગીરી કરી યુવાનોએ દુકાન બંધ કરાવી હતી.

આક્રોશ |રાજકોટમાં બુધવારે બંધના એલાનને સફળ બનાવવા દલિત યુવાનોએ આક્રોશભેર બાઇક રેલી કાઢી હતી.

શહેરમાં અમુક વિસ્તારમાં બંધ કરાવવા નીકળેલા ટોળાંને જોઇ વેપારીઓએ દુકાનો બંધ કરી અને થોડીવારમાં ખોલી નાખી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો