Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાહુલે સંસદમાં ગુજરાતની ચર્ચા વખતે આરામ કરી લીધો
ગુજરાતનાઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના મુદ્દે સંસદમાં સતત હોબાળો થઈ રહ્યો હતો ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહે સંસદમાં આજે અંગે નિવેદન આપ્યું હતું. સમયે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઊંઘતા ઝડપાઈ ગયા હતા. રાહુલ ગાંધી દલિતો પર અત્યાચારના મુદ્દે 21 તારીખે ઉનાની મુલાકાતે આવવાના છે.
કોંગ્રેસે વોકઆઉટ કર્યું તો પણ ઊંઘતા રહ્યા
કોંગ્રેસેસદનમાંથી વોકઆઉટ કર્યો હતા છતાં ઘટનાથી અજાણ રાહુલ તેમની સીટ પર બેસી રહ્યા હતા. અમુક સાંસદ રાહુલ સુધી પહોંચી તેમને કહ્યું હતું કે સર પાર્ટીએ વોકઆઉટ કર્યો છે ત્યારબાદ રાહુલ સીટ પરથી ઊભા થયા હતા અને બહાર નીકળ્યા હતાં.
ફરી આવ્યા પછી પણ રાહુલને આરામની જરૂર: ભાજપ
સંસદમાંરાહુલની ઊંઘ અંગે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે રાહુલ હમણા 15 દિવસ વિદેશમાં ફરી આવ્યા, તેમ છતાં તેમને સંસદમાં આરામની જરૂર છે.
રાહુલ ઊંઘતા હતા, કંઈક વિચારી રહ્યા હતા : કોંગ્રેસ
પાર્ટીનાંદિગ્ગજ નેતા રેણુકા ચૌધરીએ કહ્યું છે કે, રાહુલ ગાંધી ઊંઘતા નહતા, તેઓ કઈંક વિચારી રહ્યા હતા.આટલા અવાજમાં કોઈ કેવી રીતે ઊંઘી શકેω.