Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાલાલા શહેર આજે બંધ રહેશે, વેપારી એસોસિએશનનો નિર્ણય
તાલાલાશહેર બંધમાં સહકાર આપવા તાલાલા દલિત સમાજ દ્વારા શહેરની વેપારી-આલમને જાહેર અનુરોધ કરાતા આજે તાલાલા લોહાણા મહાજન વાડીમાં શહેરનાં આગેવાનો , વેપારીમંડળનાં વેપારીઓ, દલિત સમાજનાં આગેવાનોની મળેલી બેઠકમાં તમામ આગેવાનો મોટા સમઢીયાળા ગામની ઘટનાને વખોડી ગુરૂવારે તાલાલા બંધ રાખવાનું જાહેર કરી દલિત સમાજને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.
તાલાલા લોહાણા મહાજન વાડીમાં મળેલ બેઠકમાં તાલાલા પાલિકા પ્રમુખ વજુભાઇ ડોબરીયા, પુર્વ પ્રમુખ અમીભાઇ ઉનડકટ, જિલ્લા પંચાયતનાં સદસ્ય દેવાયતભાઇ વાઢેર, તાલાલા યાર્ડનાં ડાયરેકટર મનસુખભાઇ પરમાર, આદીવાસી સમાજનાં અગ્રણી અને પાલીકાનાં સદસ્ય અહેમદ વલી મકવાણા (જીણકા પટેલ) , કડવા પાટીદાર સમાજનાં અગ્રણી કે.ટી.કમાણી વેપારી મંડળનાં અગ્રણીઓ પનુભાઇ રાયચુરા, દિપકભાઇ બોરીચા, રમેશભાઇ કાથડ, માંડાભાઇ કેશવાલા, સહિતનાં આગેવાનો અને દલિત સમાજનાં આગેવાનો દુદાભાઇ સોંદરવા, વજુભાઇ ગોહિલ, રાકેશભાઇ, અશ્વીનભાઇ સહિતનાં આગેવાનો બેઠકમાં હાજર રહેલ ઉના તાલુકાનાં મોટા સમઢીયાળા ગામે દલિત પરિવાર ઉપર થયેલ અત્યાચારની તમામ આગેવાનોએ ટીકા કરી ઘટનાને વખોડી કાઢેલ અને તાલાલા બંધનાં એલાનમાં સહયોગ આપવાની દલિત સમાજની જાહરે અપીલને તમામ આગેવાનો અને વેપારી મીત્રોએ સ્વીકારી ગુરૂવારે સવારથી તાલાલા શહેર બંધ રાખવાનો નિર્ણય કરાયેલ.
ગુરૂવારે બંધ દરમ્યાન દલિત સમાજ શાંતીપુર્ણ પ્રદર્શન કરી તાલાલા શહેર અને તાલુકાની કાયદો વ્યવસ્થાની સ્થિતી બગડે તેની તકેદારી જવાબદારી સાથે નિભાવે તેવી તમામ આગેવાનોએ લાગણી વ્યકત કરેલ ગુજરાત કે દેશમાં કોઇ પણ અપ્રિય ઘટનાઓથી તંગદીલી પ્રસરે ત્યારે તાલાલા તાલુકામાં કોઇ અનીચ્છીનય ઘટના બની નથી તે પ્રમાણે બંધમાં સમર્થન આપી તાલાલાનાં આગેવાનો અને વેપારી આલમે ભાઇચારાની ભાવના વધુ અેક વાર દર્શાવી છે. આમ તાલાલા શહેર આજે ગુરૂવારે બંધ રહેશે.
કાયદો વ્યવસ્થાની સ્થિતી બગડે તે હેતુથી સર્વાનુમતે નિર્ણય લેવાયો
ગુજરાત બંધનાં એલાનનાં પગલે
પોલીસ વિશેષ સતર્કતા બતાવે
તાલાલાબંધનાં એલાનમાં વેપારી આલમએ સરકાર આપ્યા બાદ બંધ દરમ્યાન કોઇ તોફાની તત્વો કાંકરીચાળો કરી શાંતિનો ભંગ કરે તે માટે પોલીસ વિશેષ સતર્કતા બતાવે તેવો સુર આગેવાનોની મળેલી બેઠકમાં ઉઠયો છે.