તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • ઊનાના સમઢિયાળા કાંડના એક વર્ષ પૂર્ણ, દલિત જનઆક્રોશ રેલી નિષ્ફળ

ઊનાના સમઢિયાળા કાંડના એક વર્ષ પૂર્ણ, દલિત જનઆક્રોશ રેલી નિષ્ફળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યાચારના ભોગ બનેલાને ન્યાય મળતો નથી તેવો આક્ષેપ

ઉનાતાલુકાના સમઢીયાળા ગામે દલીત અત્યાચાર કાંડના 1 વર્ષ પછી સરકારના વહીવટી તંત્ર દ્રારા અનુસુચીત જાતી સંબંધીત જાતીગત અત્યાચારને રોકી શકાયો નહી. તેમજ અત્યાચારનો ભોગ બનેલા પીડીતોને ન્યાય મળ્યો નથી. તેમજ અન્ય માંગણીઓ સાથે જનઆક્રોશ સંમેલનને રેલી કાઢવામાં આવશે તેવી જાહેરાત બાદ તંત્ર દોડતું થયુ હતુ અને સમગ્ર તાલુકામાં કોઇ અનિચ્છીય બનાવ બને તેને ધ્યાનમાં લઇ ઉના, ગીરગઢડા, નવાબંદર, કોડીનાર, વેરાવળ તેમજ આજુબાજુના વિસ્તારમાં પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો.

પરંતુ જનઆક્રોશ રેલીમાં માત્ર 25 થી 30 જેટલા લોકો અને પીડીત હાજર રહેતા રેલી નિષ્ફળ ગઈ હતી. રેલી બાદ રજુઆતને નાયબ કલેક્ટરે ઉપલા અધિકારીઓને રીપોર્ટ કરી ઘટતી કાર્યવાહી કરવા ખાતરી અાપી હતી.

પીડિતો રેલીમાં જોવા મળ્યા

સમઢીયાળાઅત્યાચાર કાંડના નામે થતી વાતો અને કરાયેલી જાહેરાતો બાદ નિકળેલી રેલીમાં તેમજ નાયબ કલેક્ટર કચેરીએ મૂળ સમઢીયાળા કાંડ નો ભોગ બનનાર બાલુભાઇ સરવૈયા, જીતુભાઇ સરવૈયા કે તેનો પરીવાર રેલીમાં કે રજુઆતમાં જોવા મળ્યા હતા.

દલીત સમાજના એકતા વિચાર મંચના આગેવાનોની મોટી જનઆક્રોશ રેલી અને સંમેલનની જાહેરાતો કરાઇ પરંતુ ગાજ્યા મેહ વરસ્યા નહી તેવી હાલત આગેવાનોની જોવા મળી હતી રેલીમાં કોઇપણ રાજકીય પાર્ટીનો સ્થાનીક નેતા કે આગેવાનો જોવા મળ્યા હતા. રેલીમાં માત્ર 25 થી 30 લોકો પીડીતો સાથે હોય અને 100થી વધુ પોલીસનો કાફલો 7 પોલીસ જીપ, 1 એમ્યુલન્શ, 1 ફાયર બ્રીગેટ સહીતના સાધનો સ્થળ ઉપર તેમજ રેલી સાથે જોવા મળ્યા હતા.

રેલીમાં 25 થી 30 લોકો સંખ્યા સામે 100 પોલીસ

અન્ય સમાચારો પણ છે...