ઉમરાળામાં અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી ઠપ

ઉમરાળા તાલુકામાં છેલ્લા એક દોઢમાસથી માં અમૃતમ કાર્ડ કાઢી આપવાની કામગીરી ઠપ્પ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ જવા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:30 AM
ઉમરાળામાં અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી ઠપ
ઉમરાળા તાલુકામાં છેલ્લા એક દોઢમાસથી માં અમૃતમ કાર્ડ કાઢી આપવાની કામગીરી ઠપ્પ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. સામાન્ય વર્ગને સ્પર્શથી આ યોજનાનું કામ અત્રે તાત્કાલિક ચાલુ કરવાની માંગ ઉઠી છે.

ઘણાં પરિવારોને કેટલીક મોટી િબમારીઓની ખર્ચાળ સારવાર કરાવવાનું પરવડતું નથી હોતુ ત્યારે આ માં અમૃતમ યોજનાનું કાર્ડ ધરાવનાર પરિવારો નિયત કરેલી હોસ્પિટલોમાં િવનામૂલ્યે પોતાનાં દર્દોની સારવાર મેળવી શકતા હોય છે. આ લાભદાયી યોજના શરૂ થયાને ઘણો સમય વિતી ગયો હોવા છતાં ગામડાઓનાં અસંખ્ય પરિવારો એક યા બીજા કારણોસર માં અમૃતમ યોજનાનું કાર્ડ કઢાવી શકયા નથી, જેનાં કારણે અસાધ્ય બિમાર લાગુ પડે ત્યારે આર્થિક સંકડામણનાં કારણે મુશ્કેલી અનુભવતા હોય છે.

X
ઉમરાળામાં અમૃતમ કાર્ડ કાઢવાની કામગીરી ઠપ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App