તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખિસ્સાખર્ચીની બચત કરી સહઅધ્યાયીને કરી મદદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીજીને પ્રિય વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઇ જાણે રે નરસિંહ મહેતાનુ આ પદ ઉમરાળાની પો.મુ. સર્વોદય હાઇસ્કુલમાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓએ ચરિતાર્થ કરી બતાવ્યુ છે. પોતાને મળતા ખિસ્સાખર્ચના પૈસા નાસ્તામાં કે અન્યત્ર ન ઉડાવતા તેમાંથી બચત કરીને તેની જ ઉંમરના માતા પિતા વિનાના બાળકોને આર્થિક મદદ કરવાની શરૂઆત કરાતા મોટેરાઓ ગદગદીત થઇ ગયા હતા.

સામાન્ય કે મધ્યમ વર્ગમાંથી અાવતા વિદ્યાર્થીઓએ પોતાના ખીસ્સા ખર્ચમાંથી પુરા સાત હજાર રૂપિયા બચાવીને એક ફંડ ઉભુ કર્યુ તેમાં આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અધ્યાત્મ જગતમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનાર પૂજય ફુલચંદ શાસ્ત્રીજીએ આશિર્વાદ સ્વરૂપે રકમ ઉમેરીને રૂપિયા એકત્રીસ હજારની મદદ માતા પિતા વગરના બાળકોને કરવાની પ્રેરક શરૂઆત કરી પ્રેરણા પુરી પાડી હતી.

આવુ ઉમદા કાર્ય કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની ઘોષણાની વચ્ચે જેમણે માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે તેવા જરૂરિયાતમંદ બાળકોને ફુલચંદ શાસ્ત્રીજીએ કાયમી દતક લેવાની વાત કરીને માતૃભૂમિનુ ઋણ અદા કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...